Gujarat News/ રાજ્ય સરકાર દ્વારા કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન: ખેડૂતોને એક લાખ સુધીની સહાય…

કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના 1,92,700 થી વધુ ખેડૂતોને  રાજ્ય સરકાર દ્વારા  મંજૂરી હુકમ આપવામાં આવ્યા છે…

Top Stories Gujarat Breaking News

Gujarat News: કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના 1,92,700 થી વધુ ખેડૂતોને  રાજ્ય સરકાર દ્વારા  મંજૂરી હુકમ આપવામાં આવ્યા છે.

ગુજરાત (Gujarat)માં કૃષિ યાંત્રીકીકરણ (Agricultural Mechanization) ને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, અને દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં ખેડૂતો (Farmers)નો ફાળો મહત્વપૂર્ણ છે. આજના ટેકનોલોજી આધારિત યુગમાં ખેતી માટે વપરાતા પશુ સંચાલિત સાધનો સહિતના સંસાધનનોનું સ્થાન હવે ટ્રેક્ટર, રોટાવેટર જેવા અદ્યતન મશીનરીએ લીધું છે. માનવશ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી ખેડૂતોનો એક મોટો વર્ગ આ સાધનોની ખરીદી કરી શકતો નથી. જે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM)ના દિશાનિર્દેશ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel)ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વિવિધ મશીનરીની ખરીદીમાં તમામ વર્ગના ખેડૂતોને નાણાંકીય સહાય આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

બજેટમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષની સરખામણીએ બમણી રૂ. 800 કરોડ અને અન્ય મશીનરીની ખરીદી માટે બમણાથી પણ વધુ રૂ. 590.98 કરોડની જોગવાઈ

રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈમાં અત્યારસુધીનો સર્વોચ્ચ વધારો કરીને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્યના 80,000 ખેડૂતોને સહાય આપવાના લક્ષ્યાંક સાથે રૂ. 800 કરોડની નાણાકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે, જે ગત વર્ષની બજેટ જોગવાઈની સરખામણીએ બમણી છે. આ ઉપરાંત કંબાઈન હાર્વેસ્ટર, પાવર ટીલર તેમજ રોટાવેટર, ઓટોમેટીક ઓરણી, પ્લાઉ, થ્રેશર જેવા ટ્રેક્ટર સંચાલિત સાધનો માટે પણ બજેટ (Budget)માં રૂ. 590.98 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે, જે ગત વર્ષની જોગવાઈની સાપેક્ષે બમણાથી પણ વધુ છે.

ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં સહાયરૂપ થવા કૃષિ વિભાગ દ્વારા 80,000 ખેડૂતોના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં આશરે 76,000 જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ ખેત ઓજારોની ખરીદી માટે પણ રાજ્યના 1,16,700 થી વધુ ખેડૂતોને ખેત ઓજારોની ખરીદી માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. આમ, ટ્રેક્ટર સહિતની વિવિધ મશીનરીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા એકંદરે કુલ 1,92,700 થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી આપી દેવામાં આવી છે.

ગુજરાત સરકારે છેલ્લા એક દાયકામાં ટ્રેકટર માટે 3.24 લાખથી વધુ ખેડૂતોને રૂ. 1,542 કરોડ તેમજ અન્ય મશીનરી માટે 3.79 લાખ ખેડૂતોને રૂ. ૧,૨૩૮ કરોડની સહાય આપી

ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી (Mechanical Farming) તરફ વાળવા માટે મશીનરી (Machinery)ની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દરેક તબક્કે સહાય પૂરી પાડવામાં આવે છે. કૃષિ વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં છેલ્લા દશ વર્ષમાં ટ્રેક્ટરની ખરીદી માટે 3.24 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને કુલ રૂ. 1,542 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેક્ટર સિવાયની અન્ય મશીનરીની ખરીદી માટે પણ છેલ્લા દશ વર્ષમાં 3.79 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. 1,238 કરોડથી વધુ સહાય આપવામાં આવી છે. આમ, ગુજરાતના ખેડૂતોને છેલ્લા એક દાયકામાં મશીનરીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 2,780 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

ચાલુ વર્ષથી ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર રૂ. 1,00,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતોને વર્ષ 2011-12 થી જ ભારત સરકારે નિયત કરેલા 40 પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરની ખરીદી પર તેની કુલ કિંમતના 25 ટકા અથવા રૂ. 45,000 તેમજ 40 પી.ટી.ઓ હોર્સ પાવરથી 60 પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર (Tractor)ની કિંમતના 25 ટકા અથવા રૂ.60,000 બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવતી હતી. ચાલુ વર્ષ 2015-26 થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેકટરની કુલ કિંમતના 25 ટકા અથવા રૂ. 1,00,000 બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી આફત, નિકોલ, ઓઢવ, શાસ્ત્રીનગરમાં પાણીનો ભરાવો, તંત્ર નિષ્ફળ