Ahmedabad News/ અમદાવાદમાં વરસાદી આફત, નિકોલ, ઓઢવ, શાસ્ત્રીનગરમાં પાણીનો ભરાવો, તંત્ર નિષ્ફળ

પૂર્વ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ…

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: મુશળધાર વરસાદે સમગ્ર શહેરમાં તારાજી મચાવી દીધી છે.નિકોલ, ઓઢવ અને શાસ્ત્રીનગર સહિત શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકો અને વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સામાન્ય વરસાદને કારણે અમદાવાદ શહેરમાં ફરી એકવાર પાણી ભરાઈ ગયા છે. ઓઢવ વિસ્તારમાં, ખાસ કરીને ઓઢવ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકો અને વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓઢવ ફાયર સ્ટેશન પાસે પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાથી ઘણા વાહનો અટકી ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

આ દ્રશ્યો ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પ્રી-મોન્સૂન કામોના દાવાઓ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. ઓઢવમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જૂની છે. દર ચોમાસામાં અહીં પાણી ભરાઈ જાય છે અને જનજીવન ખોરવાઈ જાય છે. લોકોએ આ અંગે ઘણી વખત ફરિયાદ કરી છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

નિકોલ વિસ્તારના બાપા સીતારામ ચોક પાસે ઘુટણ સમું પાણી ભરાઈ ગયું,જેના કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા. સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી, પરંતુ દર વર્ષે આ સમસ્યા યથાવત રહે છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ થયો અને ઘરોમાં પાણી ઘૂસવાની ચિંતા વધી.


ઓઢવ ફાયર સ્ટેશન પાસે મુકેશ નગરમાં મુખ્ય રોડ પર પાણી ભરાયું, જેના કારણે વાહનો બંધ પડ્યા અને ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ચાલી આવે છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કોઈ કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે.


શાસ્ત્રીનગર અને અંકુર વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો. રસ્તાઓ પર ભરાયેલા પાણીમાં અનેક વાહનો ફસાઈ ગયા, જેના કારણે લોકોને કલાકો સુધી રસ્તા પર રાહ જોવી પડી. સ્થાનિકોએ AMCની પ્રિ-મોન્સુન કામગીરીને નિષ્ફળ ગણાવી અને તંત્રની બેદરકારી પર રોષ વ્યક્ત કર્યો.

રોડ પર વરસાદી પાણી ભરાયા જેના કારણે અનેક વાહનો ફસાયા છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરી પર પાણી ફરી વળ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખોખરામાં વરસાદી વિપદા, નવી ડ્રેનેજ લાઈન છતાં સમગ્ર વિસ્તાર જળ મગ્ન, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ

આ પણ વાંચો:અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રાજ્યમાં આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યના 2 મહિલા સરપંચોને દિલ્હીમાં પ્રજાસત્તાકની ઉજવણીમાં ગેસ્ટ તરીકે નિમંત્રણ