Surat News : સુરતના સીમાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને પગલે સીમાડામાં ફરી એકવાર ખાડી પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે. જેને કારણે સ્થાનિક વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વર,ાદી પાણી ભરાતા દુકાનોમાં સરેરાશ દોઢથી બે લાખ રૂપિયાનું નુકસાન થયું છે. વર્ષોથી સીમાડા વિસ્તારમાં ખાડી પૂરનો પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો છે.
દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જેને પગલે નેતાઓ માત્ર મુલાકાત લઈને ચાલ્યા જતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.તે સિવાય નુકસાનીના વળતર અંગે કોઈ નક્કર પગલાં પણ લેવામાં આવતા નથી. દર વર્ષે પૂર આવે છે અને અમારો ધંધો ચોપટ થઈ જાય છે, એમ સ્થાનિક વેપારીઓનું કહેવું છે. નેતાઓ આવે છે, આશ્વાસન આપે છે, પછી ભૂલી જાય છે.
જેમાં ક્યારે વળતર મળશે, તે પ્રશ્નનો કોઈ જવાબ આપતું નથી.વેપારીઓ દ્વારા નુકસાનીના વળતર અંગે તંત્ર પાસે માંગ કરવામાં આવી છે. ખાડી પૂરના કાયમી નિરાકરણ માટે નક્કર પગલાંની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો:જામનગર : શહેરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન
આ પણ વાંચો:અમદાવાદ ચંડોળા ડિમોલિશન ફેઝ-2: ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું
આ પણ વાંચો:તળાવમાં ડિમોલિશનઃ દાદાનો સંદેશ અતિક્રમણ મુક્ત શહેરો
