Rajkot News/ રાજકોટમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે પુરવઠા વિભાગનું અનેક હોટેલો-રેસ્ટોરામાં મેગા સર્ચ ઓપરેશન

રાજકોટમાં પુરવઠા વિભાગ ત્રાટક્યો છે. તેણે ડોમેસ્ટિક સિલિન્ડર એટલે કે LPG ગેસનો ઉપયોગ કરનારી હોટેલો અને રેસ્ટોરા સામે તવાઈ બોલાવી છે.

Top Stories Gujarat Rajkot Breaking News
LPGની અછત વચ્ચે રાજકોટમાં પુરવઠાતંત્રનું મેગા સર્ચ

Rajkot News: રાજકોટમાં ગેસ સિલિન્ડરો (LPG)ના સંકટ વચ્ચે તંત્રએ તાબડતોબ પગલાં લેવા માંડ્યા છે. ગેસના બાટલાના દરેક પ્રકારના ગેરકાયદેસર રીતે થતાં ઉપયોગ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગેસના બાટલાની સંઘરાખોરી સામે પણ પુરવઠા વિભાગ (Supply Department) દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. આના પગલે પુરવઠા વિભાગે ગોંડલ સહિત રાજકોટમાં સઘન ચકાસણી આદરી છે.

હોટેલો-રેસ્ટોરમાં LPGનો ગેરકાયદેસર ઉપયોગ

પુરવઠા વિભાગના આ તકેદારીના પગલાંમાં ગોંડલ (Gondal) સહિત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 46થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. પુરવઠા વિભાગના દરોડા દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. આ દરોડામાં જોવાયું હતું કે અનેક હોટેલો (Hotel) અને રેસ્ટોરામાં (Restaurant) ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર(LPG)નો ગેરકાયદેસર રીતે વ્યાપારી હેતુઓ માટે ઉપયોગ થતો હતો. તેના પગલે પુરવઠા તંત્રએ ખાણીપીણીના એકમો પરથી 30 સિલિન્ડર જપ્ત કર્યા હતા. આમ સામાન્ય નાગરિકો ગેસ માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે બીજી બાજુએ વ્યાપારી એકમો દ્વારા ઘરેલું ગેસના સિલિન્ડરનો ઉપયોગ થઈ રહ્યો છે તેની સામે તંત્રએ લાલ આંખ કરી છે.

ગોંડલમાં પુરવઠાતંત્ર ત્રાટક્યું

આ ઉપરાંત પુરવઠા તંત્ર રાજકોટના ગોંડલમાં તો બરોબરનું ત્રાટક્યુ હતુ. પુરવઠા તંત્રએ ખાણીપીણીના એકમો પર રીતસરની તવાઈ બોલાવી હતી. ગોંડલમાં એક રહેણાક મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંઘરવામાં આવેલા 38 સિલિન્ડર  મળી આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે રહેણાક વિસ્તારમાં એક જ સ્થળે સલામતીની પૂરતી જોગવાઈ કર્યા વગર આટલા મોટાપાયા પર ગેસના સિલિન્ડર રાખવા જોખમી હોવા છતાં પણ રાખવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગે રહેણાક વિસ્તારમાં રાખેલો બધો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેની સાથે આગામી દિવસમાં પુરવઠા તંત્રનો આ કડપ ચાલુ રહેશે તેમ જણાવાયું છે, જેથી સામાન્ય ગ્રાહકોને પડતી મુશ્કેલીમાં ઘટાડો કરી શકાય. આ ઉપરાંત એલપીજી સિલિન્ડરના નિયમિત ગ્રાહકોને પડતી મુશ્કેલીઓનું પણ નિવારણ કરી શકાય.


આ પણ વાંચો:  નૌકાદળની સુરક્ષામાં LPG ટેન્કર ગુજરાત નજીક, 22 જહાજો હજુ ફસાયેલા

આ પણ વાંચો:  જો તમારા ઘરે PNG પાઈપલાઈન છે તો હવે નહીં મળે LPG સિલિન્ડર, કેન્દ્ર સરકારે જાહેર કર્યો નવો આદેશ

આ પણ વાંચો:  LPGની તંગી વચ્ચે રાહતના સમાચાર: શિવાલિક અને નંદાદેવી જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ભારત તરફ