World News : ઇઝરાયલના વડા પ્રધાન Benjamin Netanyahuએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાના મૃત્યુ અંગે ફેલાયેલી અફવાઓને ખોટી ઠેરવી છે. વીડિયોમાં તેઓ કોફી (Coffee)પીતા અને કોફી શોપમાં વાતચીત કરતા જોવા મળે છે.

વડા પ્રધાન કાર્યાલયે પણ સ્પષ્ટતા કરી છે કે નેતન્યાહૂ (Netanyahu) સંપૂર્ણપણે સ્વસ્થ છે. બીજી તરફ Islamic Revolutionary Guard Corps (IRGC)એ નિવેદનમાં કહ્યું કે જો નેતન્યાહૂ જીવતા હશે તો તેઓ તેમનો પીછો ચાલુ રાખશે.
હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણની ચેતવણી
ઈરાનના વિદેશ મંત્રી Abbas Araghchiએ જણાવ્યું કે Strait of Hormuz તમામ દેશો માટે ખુલ્લો રહેશે, પરંતુ અમેરિકા અને ઇઝરાયલના જહાજો માટે બંધ રહેશે.
તેમણે કહ્યું કે આ પ્રતિબંધ માત્ર ઈરાનના દુશ્મનો અને હુમલો કરનાર દેશોના જહાજો અને ટેન્કરો માટે લાગુ પડશે.
ટ્રમ્પનો ખાર્ગ ટાપુ અંગે મોટો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ જણાવ્યું કે અમેરિકા ઈરાનના Kharg Island પર વધુ હુમલાઓ કરી શકે છે.NBC ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકી હુમલાઓથી ખાર્ગ ટાપુનો મોટાભાગનો ભાગ નષ્ટ થઈ ગયો છે. તેમણે ઉમેર્યું કે સંઘર્ષ સમાપ્ત કરવા માટે ઈરાન સાથેની શરતો હજુ પૂરતી યોગ્ય નથી.
ઈરાનમાં ભારે જાનહાનિનો દાવો
સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂત Amir Saeid Iravaniએ જણાવ્યું કે અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓમાં અત્યાર સુધી 1,300થી વધુ લોકોના મોત થયા છે.
તેમણે આરોપ લગાવ્યો કે હુમલાઓ નાગરિક વિસ્તારો અને મહત્વપૂર્ણ માળખાઓ પર કરવામાં આવ્યા.
અમેરિકા સ્થિત Human Rights Activists News Agencyના અંદાજ મુજબ મૃત્યુઆંક વધુ હોઈ શકે છે અને લગભગ 1,858 લોકોના મોત થયા હોઈ શકે છે.
