Girsomnath News/ 22 ભારતીય માછીમારોને પાકિસ્તાને કેદમાંથી કર્યા મૂક્ત, મૂક્ત કરી વાઘા બોર્ડર મોકલાયા

વર્ષ 2021-22માં પકડાયેલા 22 ભારતીયોને પાકીસ્તાને મુક્ત કરીને વાઘાબોર્ડર પર મોકલાયા, ફિશરીઝ વિભાગ દ્વારા તેમનો કબજો મેળવીને તેમને વેરાવળ લવાશે.

Top Stories Gujarat Others Breaking News

Girsomnath News : પાકિસ્તાનની જેલમાં કેદ 22 ભારતીય માછીમારોને પાકિસ્તાન દ્વારા મૂક્ત કરવામાં આવ્યા છે, જેઓ વર્ષ 2021-22માં પકડાયા હતા. આ માછીમારોને પાકિસ્તાન સિક્યોરિટી દળોએ પકડીને લાંડી જેલમાં ધકેલી દીધા હતા.

મુક્ત કરાયેલા માછીમારો અંગેની વિગતો:

 * પાકિસ્તાનની જેલમાં કેદ 22 માછીમારોને મુક્ત કરાયા.

 * પાકિસ્તાન સિક્યોરિટી દ્વારા પકડીને લાંડી જેલમાં ધકેલવામાં આવ્યા હતા.

 * પાકિસ્તાન દ્વારા માછીમારોને મુક્ત કરી વાઘા બોર્ડર મોકલવામાં આવ્યા.

 * ફિશરીઝ વિભાગ માછીમારોનો કબજો મેળવી વેરાવળ લાવશે.

21મી ફેબ્રુઆરીના આજે પાકિસ્તાન દ્વારા આ માછીમારોને મુક્ત કરીને વાઘા બોર્ડર મોકલવામાં આવ્યા છે. ફિશરીઝ વિભાગ દ્વારા તેમનો કબજો મેળવીને તેમને વેરાવળ લાવવામાં આવશે.

આ ઘટના પહેલાં, એક મહિના અગાઉ જ પાકિસ્તાનની જેલમાં બંધ એક ગુજરાતી માછીમારનું મોત થયું હતું. ઉનાના સોખડા ગામના માછીમારનું બીમારીને કારણે 23 જાન્યુઆરીએ મોત થયું હતું. તેમના મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સોખડાના બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા નામના માછીમારના અચાનક મોતથી તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

@ Ushaben Merwada


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શ્રીલંકન નેવીએ દરિયામાં ગોળીબાર કર્યો, 5 ભારતીય માછીમારો ઘાયલ…એકશનમાં વિદેશ મંત્રાલય

આ પણ વાંચો: શ્રીલંકાએ 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી, CM સ્ટાલિને કેન્દ્ર સરકારને કરી મોટી અપીલ

આ પણ વાંચો: પાકે. લખ્ખણ ઝળકાવ્યા, પાક. મરીને ઓખાની ભારતીય માછીમારોની બોટ પર ફાયરિંગ કરી ડૂબાડી