Ahmedabad News/ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રાજ્યમાં આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

પશ્ચિમ વિસ્તારો જેવા કે વાડજ, ઇન્કમટેક્સ, નારણપુરા, નિર્ણયનગર, અખબારનગર, વસ્ત્રાપુર, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, ઘુમા અને સોલામાં પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.

Top Stories Gujarat Breaking News

Ahmedabad News:અમદાવાદમાં આજે વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 18થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં આજે સવારથી નરોડા, નોબલનગર, એરપોર્ટ રોડ, કુબેરનગર, મેમકો, સૈજપુર, નિકોલ, એસપી રિંગ રોડ અને નાના ચિલોડા જેવા પૂર્વ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, પશ્ચિમ વિસ્તારો જેવા કે વાડજ, ઇન્કમટેક્સ, નારણપુરા, નિર્ણયનગર, અખબારનગર, વસ્ત્રાપુર, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, ઘુમા અને સોલામાં પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.

શહેરની સાબરમતી નદીમાં ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવક વધી છે.વાસણા બેરેજના 4 દરવાજા 1.5 ફૂટ અને 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ નદીનું લેવલ 40 મીટરે પહોંચ્યું છે, અને તેમાં 5,800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બેરેજમાંથી કેનાલમાં 400 ક્યુસેક પાણીનો પ્રવાહ શરૂ કરાયો છે. આ પગલાંથી નદીના પાણીનું સ્તર નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 18 ઓગસ્ટના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત, 19 ઓગસ્ટ સુધી રાજ્યના જુદા-જુદા ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે, જે 21 ઓગસ્ટથી ઘટવાનું અનુમાન છે.ગાંધીનગરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે, જેનાથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી છે. પાટણ સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને 18થી 20 ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન દરિયાઈ વિસ્તારોમાં તોફાની પવનોની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યના 2 મહિલા સરપંચોને દિલ્હીમાં પ્રજાસત્તાકની ઉજવણીમાં ગેસ્ટ તરીકે નિમંત્રણ

આ પણ વાંચો:બાવળ કાપવાની મંજુરી માટે 80 હજારની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા

આ પણ વાંચો:મહિલા સરપંચને બોલાવો, અમને પણ થોડી ફીલિંગ આવશે …’, ભાજપના ધારાસભ્ય સતપાલ જાંબાના બગડ્યા બોલ