Ahmedabad News: અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં બુધવારે બેદરકારીપૂર્વક કાર હંકારતા બે શખ્સોએ મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી (Ahmedabad Accident) હતી. અકસ્માત સર્જનાર કારમાંથી દારૂની બોટલો મળી આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. સ્થાનિક લોકોએ બંને શખ્સોને પકડીને પોલીસને સોંપ્યા હતા. બંને શખ્સો રાજકોટના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Ahmedabad Accident: નશાની હાલતમાં કાર હંકારતાં દંપતીને મારી ટક્કર
મળતી માહિતી મુજબ, નાના ચિલોડા વિસ્તારમાં બે શખ્સો કાર લઈને પૂરઝડપે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં મોપેડ પર જઈ રહેલા દંપતીને જોરદાર ટક્કર મારી (Road Accident) હતી.
અકસ્માત એટલો જોરદાર હતો કે કારની આગળની નંબર પ્લેટ, કાચ અને બમ્પરને ભારે નુકસાન થયું હતું. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
કારમાંથી દારૂની બોટલો મળી આવતાં સ્થાનિકોમાં રોષ
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કારની તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલો મળી (Drunk Driving Ahmedabad) આવી હતી. કારમાં સવાર બંને શખ્સો નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ બંને શખ્સોને પકડી રાખ્યા હતા અને તેમની સાથે મારામારી પણ કરી હતી.
બંને શખ્સો રાજકોટના રહેવાસી
ઘટનાની જાણ થતાં નરોડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને શખ્સોને કસ્ટડીમાં લીધા હતા. બંને રાજકોટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નશાની હાલતમાં લથડિયાં ખાતા પોલીસ સ્ટેશન પહોંચ્યા
પોલીસ સ્ટેશન લઈ જતી વખતે બંને શખ્સો નશાની હાલતમાં લથડિયાં ખાતા હોવાનું જણાવાયું (Gujarat Crime News) છે. તેમના મોઢામાંથી દારૂની તીવ્ર દુર્ગંધ આવતી હોવાની પણ માહિતી સામે આવી છે.
સમગ્ર મામલે નરોડા પોલીસે ગંભીરતા દાખવી કારચાલક વિરુદ્ધ અકસ્માત અને નશાબંધીના કાયદાના ભંગ બદલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકનો આતંક! ટુ-વ્હીલરને 500 મીટર સુધી ઢસડ્યું
આ પણ વાંચો: સુરતમાં નશામાં કારચાલકે ડિવાઈડર કૂદાવી બે પાર્ક કારને ઠોકી, ₹70 હજારનું નુકસાન
આ પણ વાંચો: અમદાવાદના વટવામાં નશામાં ધૂત ડ્રાઈવરે ગાયને મારી ટક્કર, થયું મોત, બીજી કારને પણ પહોંચાડ્યુ નુકસાન
