Ahmedabad News:અમદાવાદમાં દિવસે દિવસે અકસ્માતો (Vatva Accident)નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે,અમદાવાદના વટવામાં કાર અકસ્માતની ઘટના સામે આવી છે. જોગણી માતાના મંદિર પાસે એક નશામાં ધૂત વાહનચાલકે ગાયને ટક્કર મારી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.ગાયને ટક્કર માર્યા બાદ,ડ્રાઈવરે બીજી કારને પણ ટક્કર મારી હતી.અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

અકસ્માત (Vatva Accident)માં ગાયનું ઘટનાસ્થળે જ મૃત્યુ
જાણકારી અનુસાર આજે (17 ફેબ્રુઆરી) શહેરના વટવા વિસ્તારમાં એક કાર ચાલક i-10 કાર લઈ ફૂલ સ્પીડમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન વટવા જોગણી માતા મંદિર પાસે ઠાકોર વાસની બહાર રસ્તા પર ઉભેલી ગાયને આકાર ચાલકે ટક્કર મારી (Vatva Accident) હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ગાયનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે.

અકસ્માતમાં ગાય સાથે સાથે ડ્રાઇવરે નજીકમાં ઉભેલી સ્કોર્પિયો કારને પણ ટક્કર (Vatva Accident) મારી હતી. ઘટનાની જાણ થતા લોકો નજીકમાં એકઠા થઈ ગયા હતા. તેઓએ ડ્રાઇવરને ગાડીમાંથી બહાર કાઢ્યો આ ઘટના પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન i-10 કારમાંથી ખાલી દારૂની બોટલ મળી આવી હતી. એટલું જ નહીં ડ્રાઇવર પણ નશાની હાલતમાં ડગમગતો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને કસ્ટડીમાં લીધો છે.અને તબીબી તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદમા ફરી રફતારના રાક્ષસે ઘોડાસરમાં કાર ધડામ દઈ દુકાનમાં ઘુસાડી
આ પણ વાંચો:અમદાવાદના મેઘાણીનગરમાં કારચાલકનો આતંક, એક્ટિવા ચાલકને કચડ્યો
આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ, સેશન્સ કોર્ટમાં તાત્કાલિક ચાર્જફ્રેમ કરવા SCનો હુકમ
