ગુજરાત પોલીસ અને નવીનીકરણ આ બંને બાબત એક સિક્કાની બે બાજુઓ છે, હરહંમેશ ગુજરાત પોલીસ વિભાગમાં નવીનિકરણ થતાં જ રહે છે. એ પછી પોલીસ ભરતીની પ્રક્રિયાની વાત હોય કે પછી પોલીસના અલગ-અલગ કાર્યક્રમોની વાત હોય. પરંતુ આજે આપણે ગુજરાત પોલીસ વિભાગના પોલીસ શ્વાન ની વાત કરીશું, જેમાં એક નવીનિકરણ રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત પોલીસે પાર પાડ્યું છે.

- – શું છે બેલજીયમ મેલીન્સ શ્વાનની ખાસીયત
- – તમામ રસાયણિક દ્રવ્યોની ગંધ પારખી શકે છે
- – આતંકીઓ સામે લડવાની અપાય છે ટ્રેનિંગ
- – અસલોટ ડોગ તરીકે પણ ઓળખાય છે
- -12 મહિનાની આકરી ટ્રેનિંગ આપાય છે
- -ચેતક કમાન્ડોની સાથે હોય છે આ શ્વાન
સામાન્ય રીતે ગુજરાત પોલીસ વિભાગમાં ડોગ ટ્રેકર અને નાર્કોટિક સ્નિફર ડોગને આપણે સૌ કોઇએ જોયા હશે. પરંતુ ગુજરાત પોલીસ વિભાગની ક્ષમતામાં હવે વધુ એક મજબૂતાઈ પૂર્વકનો પાયો ઉમેરાયો છે. જેમાં સમાવેશ થાય છે બેલજીયમ શ્વાનનો. આ શ્વાન કોઈ સામાન્ય શ્વાન નથી. ખૂંખાર આતંકીઓની સામે બહાદુરીથી લડત આપી શકે તે પ્રકારના આ શ્વાન હોય છે. આ શ્વાનને ચેતક કમાન્ડોની સાથે રાખવામાં આવે છે, કોઈપણ જગ્યાએ આતંકી હુમલો થાય અથવા તો કેમિકલ હુમલો થાય તે સમયે આ ખાસ પ્રકારના ડોગ મેદાને ઉતરતા હોય છે અને આતંકીઓનો ખાત્મો બોલાવી દે છે, ગુજરાત પોલીસ વિભાગે ગત વર્ષે જ 6 જેટલા બેલજીયમ મેલીન્સ શ્વાન ખરીદ્યા છે. અને આ શ્વાનને એક ચેતક કમાન્ડોને જે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે તેનાથી પણ કપરી ટ્રેનીંગ અપાય છે.

- બેલજીયમ શ્વાનની બ્રીડ ધરાવતુ પહેલુ રાજ્ય ગુજરાત
- 75 થી 80 હજાર રૂપિયા એક શ્વાનની કિંમત
- પેરામીલીટરી ફોર્સ કરે છે આ શ્વાનનો ઉપયોગ
ગુજરાત રાજ્યનું પોલીસ વિભાગ એક માત્ર એવું પોલીસ વિભાગ છે, આખા ભારતમાં જેમની પાસે બેલજીયમ મેલીનન્સ શ્વાનની બ્રિડ છે. રૂપિયા 75 હજારથી 80 હજારની કિંમત આ શ્વાનની હોય છે. અને આ બેલજીયમ મેલીનન્સ ડોગ હાઉસ ઈન્ટરવેન્શન, વ્હીકલ ઇન્ટરવેશન તથા આતંકીઓનો ખાત્મો કરવાનો હોય તેવા સમયે આ શ્વાનને મેદાને ઉતારવામાં આવતા હોય છે. એવી કોઈ જગ્યા કે જ્યાં કોઈ માણસ કે વ્યક્તિ સીધી રીતે પહોંચી શકે તેમ ન હોય તેવી જગ્યાએ આ બેલજીયમ મેલીનન્સ પ્રકારના શ્વાનને પહોંચાડવામાં આવતા હોય છે. ચબરાકની સાથે હુમલો કરવાની તીવ્રતા આ શ્વાનમાં એક ચેતક કમાન્ડો જેવી હોય છે. આ ખાસ પ્રકારના શ્વાનને ટ્રેનિંગ આપવા માટે થઈને રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૨૨ લાખની એક્સપ્લોઝિવ દ્રવ્યની સુગંધ પારખવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે. અને આ નવીનીકરણ ગુજરાત પોલીસ વિભાગમાં જોવા મળ્યું છે.

રાજ્ય સરકાર તરફથી ગુજરાત પોલીસ વિભાગના ડોગ માટે થઈને કે-નાઈન તાલીમ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે જેમાં KCG એપ્રુવડ ડોગ અને વેકસીનેટેડ ડોગ રાખવામાં આવે છે ઉપરાંત ગુજરાત પોલીસ વિભાગના રોગમાં સુધારો થાય તે માટે થઈને સિનિયર કે-નાઈન, જુનિયર કે-નાઈન તથા એક વેટરનિટી ડોક્ટરની આમ કુલ ત્રણ નવી જગાયાઓની ભરતી બે વર્ષ અગાઉ કરવામાં આવી ચૂકી છે, અને નવાઈની વાત તો એ છે કે આ ત્રણેય પોસ્ટ માટેના વ્યક્તિઓ ભારતીય સૈન્યમાંથી લેવામાં આવ્યા છે જેમાં નિવૃત કર્નલ રેન્કના લોકોની પસંદગી કરવામાં આવી છે. જેથી હાલ આ તમામ લોકોના સહયોગથી ગુજરાતમાં કે-નાઈન તાલીમ ચાલી રહી છે જેમાં ગુજરાત પોલીસ વિભાગના ડોગને ટ્રેનિંગ આપવામાં આવે છે. જેથી હવે જરૂર પડ્યે આ શ્વાનનો ઉપયોગ અનેક કામમાં કરી શકાશે.
ગુજરાત / ગ્રામ પંચાયતની ચૂંટણી 21 કે 26 ડિસેમ્બરના ?
અમદાવાદ / રસીના બીજા ડોઝમાં ઉદાસીનતા,બીજો ડોઝ નહિ લીધો હોય તો મ્યુનિ.કોર્પો. સંચાલિત જગ્યાઓ પર પ્રવેશ નહિ
નવાબ મલિકનો ભાજપને ટોણો / ડ્રગ્સ ગુજરાતમાંથી જ સપ્લાય થાય છે, BJPના નેતાઓ ડ્રગ્સ પેડલર્સ સાથે ધરાવે છે સંબંધો
