Ahmedabad News: અમદાવાદમાં રફતારના રાક્ષસો અટકવાનું નામ લેતા નથી. અમદાવાદના મેઘાણીનગરમાં આવા જ એક રફતારના રાક્ષસે એક્ટિવા ચાલકને કચડ્યો હતો. મેઘાણીનગરમાં શ્રીજી ડેરી પાર્લર પાસે થયેલા અકસ્માતમાં રફતારના રાક્ષસે ચાર જેટલા લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા.
બેફામ સ્પીડે આવતા રફતારને રાક્ષસે એક્ટિવા ચાલકને એવી ટક્કર મારી હતી કે તે કારની આગળના ભાગમાં ફસાઈ ગયો હતો. રફ્તારના રાક્ષસે સર્જેલા અકસ્માતમાં બીજા લોકોને પણ ઇજા થઈ હતી. આ અકસ્માતની ભયાનકતા એટલી જબરદસ્ત હતી કે કારની આગળના ભાગમાં ફસાયેલા એક્ટિવા ચાલકને જોવા મોટું ટોળું જમા થઈ ગયું હતુ.
આ ઘટના અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય મળે તે માટે 108ની મદદથી હોસ્પિટલ ભેગા કર્યા હતા. ટ્રાફિક પોલીસે રફતારના રાક્ષસની સામે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રારંભિક તપાસમાં આ અકસ્માતનું કારણ કારચાલકની બેદરકારી હોવાનું બહાર આવી રહ્યું છે. હાલમાં કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના બતાવે છે કે અમદાવાદમાં રફતારના રાક્ષસો રીતસરના ગલીએ-ગલીએ અને રસ્તે-રસ્તે ફરી રહ્યા છે. તે ગમે ત્યારે યમદૂત બનીને લોકો પર તૂટી પડે છે. હવે આ રાક્ષસો સામે તંત્ર કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલાશે.
આ ઉપરાંત કારની પાછલી સીટ પર દારૂ પણ મળી આવ્યો છે. તેના પગલે કારચાલક દારૂના નશામાં હોય તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત તે દારૂની હેરાફેરી કરતો હોય તેવી પણ સંભાવના ચકાસાઈ રહી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News/ભારત-પાક મેચ પર ગુજરાતમાં રોષ: અમદાવાદ-પોરબંદરમાં વિરોધ
આ પણ વાંચોઃ Ahmedabad News/અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડર હિંમત રૂદાણીની ઘાતકી હત્યા, આરોપી ઝડપાયો
આ પણ વાંચોઃ Ahmedabad News/અમદાવાદમાં હચમચાવનારો ગુનો: 8 વર્ષના માસૂમ સાથે દુષ્કર્મ, 21 વર્ષીય યુવક વિરુદ્ધ POCSO કેસ
