Ahmedabad News/ લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બેનાં મોત

અમદાવાદમાં લીંબડી અને અમદાવાદ હાઇવે જાણે મોતનો હાઇવે બની ગયો છે. અઠવાડિયું થાય છે અને આ હાઇવે પર કોઈને કોઈ અકસ્માતમાં મોતના સમાજાર આવે છે. રવિવારે સર્જાયેલા અકસ્માતમાં અજાણ્યા વાહનની હડફેટે બે યુવકના મોત નીપજ્યા હતા.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં લીંબડી અને અમદાવાદ હાઇવે જાણે મોતનો હાઇવે બની ગયો છે. અઠવાડિયું થાય છે અને આ હાઇવે પર કોઈને કોઈ અકસ્માતમાં મોતના સમાજાર આવે છે. રવિવારે સર્જાયેલા અકસ્માતમાં અજાણ્યા વાહનની હડફેટે બે યુવકના મોત નીપજ્યા હતા.

અમદાવાદ-લીંબડી હાઇવે પર પાણશીણા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમા અજાણ્યા વાહને એક્ટિવા સવારને અડફેટે લીધા હતા. બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂમ મોત થયા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં તરત જ લીંબડી પોલીસમથકનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ આ ઉપરાંત મૃત્યુ પામેલા બંને મૃતકોને ઓળખમાં પણ લાગેલી છે. બંને એક્ટિવા પર હતા. તેથી એક્ટિવાના નંબર પરથી તેમની ઓળખ કરી શકાશે તેવો પોલીસને વિશ્વાસ છે. આ ઉપરાંત પોલીસે અજાણ્યા વાહનચાલકની પણ શોધ આદરી છે.

પોલીસનું માનવું છે કે આ અજાણ્યું વાહન મુખ્યત્વે કાર કે એસયુવી જેવું ફોર વ્હીલર હોવાની પૂરેપૂરી સંભાવના છે. પોલીસે બે જણના મોત નીપજાવનારા આ અજાણ્યા વાહનચાલકને પકડવા માટે આજુબાજુના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંગાળવાના શરૂ કર્યા છે. પોલીસનું માનવું છે કે આ સીસીટીવી ફૂટેજમાંથી તેમને કોઈક તો સગડ મળી જ શકે છે.

પોલીસે અકસ્માત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે આ પ્રકારના કેસમાં વાહનચાલક પકડાશે તો તેના પર બેદરકારીભરી રીતે વાહન ચલાવીને મોત નીપજાવવાની અનેક જોગવાઈઓ લાગુ પડી શકે છે. તેને કોર્ટ દંડની સાથે-સાથે સજા પણ ફટકારી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  Ahmedabad News/ભારત-પાક મેચ પર ગુજરાતમાં રોષ: અમદાવાદ-પોરબંદરમાં વિરોધ

આ પણ વાંચોઃ Ahmedabad News/અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડર હિંમત રૂદાણીની ઘાતકી હત્યા, આરોપી ઝડપાયો  

આ પણ વાંચોઃ Ahmedabad News/અમદાવાદમાં હચમચાવનારો ગુનો: 8 વર્ષના માસૂમ સાથે દુષ્કર્મ, 21 વર્ષીય યુવક વિરુદ્ધ POCSO કેસ