ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું છે. 2025 એશિયા કપમાં ભારતનો આ સતત બીજો વિજય છે. પાકિસ્તાને પહેલા રમતા 127 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 15.5 ઓવરમાં સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી હતી. બેટિંગમાં અભિષેક શર્માએ 13 બોલમાં 31 રન, તિલક વર્માએ 31 બોલમાં 31 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બોલમાં અણનમ 47 રન બનાવ્યા હતા.
એશિયા કપ ભારત. વિ. પાક.. લાઇવ…
23-15
ભારત વિ.પાકિસ્તાનનો સ્કોર લાઈવ: ભારતનો સ્કોર 123-3
૧૫મી ઓવરમાં ૧૩ રન બન્યા. સૂર્યકુમાર યાદવે નવાઝ પર ચોગ્ગો અને શિવમ દુબેએ જોરદાર છગ્ગો ફટકાર્યો. ૧૫ ઓવરમાં ભારતનો સ્કોર ૩ વિકેટે ૧૨૩ રન છે. હવે જીતવા માટે ફક્ત પાંચ રન કરવાના બાકી છે.
23-05 PM
ભારત વિ. પાકિસ્તાન સ્કોર લાઈવ: ભારતની ત્રીજી વિકેટ પડી
ભારતની ત્રીજી વિકેટ ૧૩મી ઓવરમાં ૯૭ રનના સ્કોર પર પડી. ૩૧ બોલમાં ૩૧ રન બનાવીને તિલક વર્મા આઉટ થયો. સેમ અયુબે તિલકને પેવેલિયન મોકલ્યો. તેણે ત્રણેય વિકેટ લીધી.

22-50PM
ભારત વિ. પાકિસ્તાનનો સ્કોર લાઈવ: ભારતનો સ્કોર 88/2
10 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 88 રન છે. સુફિયાન મુકીમે આ ઓવરમાં 14 રન આપ્યા. સૂર્યકુમાર યાદવ 15 બોલમાં બે ચોગ્ગા સાથે 17 રન બનાવી રહ્યા છે. તિલક વર્મા 25 બોલમાં 28 રન બનાવી રહ્યા છે. તેમણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. ભારતને જીતવા માટે 60 બોલમાં ફક્ત 60 રન બનાવવાના છે.
22-30 PM
ભારત વિ. પાકિસ્તાન લાઇવ સ્કોર: ભારતનો સ્કોર 48/2
5 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 48 રન છે. અબરાર અહેમદે આ ઓવરમાં પાંચ રન આપ્યા. સૂર્યકુમાર યાદવ 10 બોલમાં ત્રણ રન કર્યા છે. તિલક વર્મા 4 બોલમાં બે રન કર્યા છે.
22-24 PM
ભારત વિરુદ્ધ પાકિસ્તાન સ્કોર લાઈવ: ભારતે બીજી વિકેટ ગુમાવી
અભિષેક શર્મા 13 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. સેમ અયુબના બોલ પર છગ્ગો મારવાનો પ્રયાસ કરતી વખતે અભિષેક બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો. ભારતે 41 રન પર બીજી વિકેટ ગુમાવી.
22-20 PM
ભારત વિ. પાકિસ્તાન સ્કોર લાઇવ: ભારતનો સ્કોર 33/1
અભિષેક શર્માએ શાહીન આફ્રિદીની બોલિંગમાં ફરી એક ફોર અને એક સિક્સર ફટકારી. 3 ઓવર પછી, ભારતનો સ્કોર એક વિકેટે 33 રન છે. અભિષેક શર્મા 9 બોલમાં 23 રન બનાવીને રમી રહ્યો છે. તેણે બે ફોર અને બે સિક્સર ફટકારી છે. સૂર્યાએ હજુ સુધી ખાતું ખોલ્યું નથી.

પાકિસ્તાન 9 વિકેટે 127, ભારતને મળ્યું 128 રનનું લક્ષ્યાંક
21-46
હાર્દિક પંડ્યાએ નાખેલી મેચની છેલ્લી ઓવરમાં શાહીન શાહ આફ્રિદિએ બે છગ્ગા અને બે વખત બે-બે રન સાથે કુલ 16 રન લેતા પાક.ની ઇનિંગ્સ 9 વિકેટે 127 રન પર પૂરી થઈ હતી. આમ ભારતને 128 રનનો લક્ષ્યાંક મળ્યો છે. પાક. તરફથી સાહિબઝાદા ફરહાને 40 રન અને શાહીનશાહ આફ્રિદે 33 રન કર્યા હતા. બાકીના બધા પાક. બેટ્સમેનો સદંતર નિષ્ફળ ગયા હતા.
21-39
ભારત વિ. પાકિસ્તાન મેચ લાઈવ: બુમરાહ ક્લીન બોલ્ડ
19મી ઓવરના છેલ્લા બોલ પર પાકિસ્તાનની 9મી વિકેટ પડી. જસપ્રીત બુમરાહ સુફિયાન મુકીમને ક્લીન બોલ્ડ કર્યો. તે 10 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. પાકિસ્તાને 111 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી છે.
21-33
ભારત વિ. પાક. મેચ મેચ લાઈવ: પાકિસ્તાનની આઠમી વિકેટ પડી
પાકિસ્તાનની આઠમી વિકેટ 97 રન પર પડી ગઈ છે. વરુણ ચક્રવર્તીએ ફહીમ અશરફને પેવેલિયન મોકલ્યો. તે 14 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો. 18 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર 8 વિકેટે 99 રન છે.
21-25
ભારત વિ. પાકિસ્તાન મેચ લાઈવ: પાકિસ્તાને સાતમી વિકેટ ગુમાવી
17મી ઓવરના પહેલા બોલ પર કુલદીપ યાદવે પાકિસ્તાનને સાતમો ઝટકો આપ્યો. સાહિબજાદા ફરહાન 44 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો. પાકિસ્તાને 83 રન પર સાતમી વિકેટ ગુમાવી. કુલદીપની આ ત્રીજી સફળતા છે.
21-18
ભારત વિ. પાકિસ્તાન મેચ લાઈવ: પાકિસ્તાનનો સ્કોર 78/6
15 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 78 રન છે. સાહિબજાદા ફરહાન 41 બોલમાં 38 રન બનાવી રહ્યા છે. તેમણે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો છે. તેમની સાથે, ફહીમ અશરફ આઠ બોલમાં આઠ રન બનાવી રહ્યા છે.
21-10
ભારત વિ. પાકિસ્તાનનો મેચ લાઈવ: પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ પડી, કુલદીપ હેટ્રિક પર
હસન નવાઝ પછી, મોહમ્મદ નવાઝ પણ આઉટ થયો. કુલદીપ યાદવ હેટ્રિક પર છે. 6 પાકિસ્તાની બેટ્સમેન ફક્ત 64 ના કુલ સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યા છે.
21-06
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ લાઈવ: પાકિસ્તાનની પાંચમી વિકેટ પડી
પાકિસ્તાનની પાંચમી વિકેટ 12.4 ઓવરમાં 64 રનના કુલ સ્કોર પર પડી. હસન નવાઝ સાત બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો. અક્ષર પટેલે તેનો કેચ પકડ્યો.
20-55 PM
ભારત વિ. પાકિસ્તાન મેચ લાઈવ: પાકિસ્તાનની ચોથી વિકેટ પડી
૧૦મી ઓવરના છેલ્લા બોલ પર અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથો ઝટકો આપ્યો. કેપ્ટન સલમાન અલી આગા 12 બોલમાં ત્રણ રન બનાવીને આઉટ થયો. 10 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 49-4 છે.
20-45 PM
ભારત વિ. પાકિસ્તાનનો મેચ લાઈવ: પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી
પાકિસ્તાનની ત્રીજી વિકેટ 7.4 ઓવરમાં 45 રનના સ્કોર પર પડી. અક્ષર પટેલે ફખર ઝમાનને કેચ આઉટ કરાવ્યો. તે 15 બોલમાં 17 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
20-23
ભારત. વિ. પાકિસ્તાન મેચ લાઈવ : પાકિસ્તાનનો સ્કોર 34/2
વરુણ ચક્રવર્તીએ પાંચમી ઓવરમાં 8 રન આપ્યા. ફખર ઝમાને આગળ ચોગ્ગો ફટકાર્યો. પાંચ ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 34 રન છે. ફખર ઝમાન 11 બોલમાં 16 રન પર છે. તેણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે. તે જ સમયે, સાહિબજાદા ફરહાન 13 બોલમાં 11 રન પર રમી રહ્યા છે.
20-23
ભારત. વિ. પાકિસ્તાન મેચ લાઈવ : પાકિસ્તાનનો સ્કોર 20/2
હાર્દિક પંડ્યાએ ત્રીજી ઓવરમાં 13 રન આપ્યા. ફખર ઝમાને આ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા. 3 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 20 રન છે. ફખર ઝમાન આઠ બોલમાં 10 રન બનાવી રહ્યા છે. તેમની સાથે, સાહિબજાદા ફરહાન ચાર બોલમાં ત્રણ રન બનાવી રહ્યા છે.
20-10
ભારત વિ. પાકિસ્તાન મેચ લાઈવ: પાકિસ્તાનની બીજી વિકેટ પડી
પાકિસ્તાનની બીજી વિકેટ માત્ર ૬ રનમાં પડી ગઈ. જસપ્રીત બુમરાહે મોહમ્મદ હેરિસને આઉટ કરીને પાકિસ્તાન ટીમને બીજો ઝટકો આપ્યો. પાંચ બોલમાં ત્રણ રન બનાવીને હેરિસ આઉટ થયો. હાર્દિકે તેનો કેચ પકડ્યો.

20-08
ભારત વિ. પાકિસ્તાન મેચ લાઇવ: પાકિસ્તાનની પહેલી વિકેટ પડી
હાર્દિક પંડ્યાએ પહેલી જ ઓવરમાં ટીમ ઈન્ડિયાને સફળતા અપાવી. સેમ અયુબ શૂન્ય પર આઉટ થયો. જસપ્રીત બુમરાહે સેમ અયુબનો કેચ પકડ્યો.
20-05
ભારત વિ. પાકિસ્તાન મેચ લાઈવ: ભારત-પાકિસ્તાન મેચ શરૂ
૨૦૨૫ એશિયા કપનો સૌથી મોટો મેચ શરૂ થઈ ગયો છે. પાકિસ્તાન તરફથી સાહિબજાદા ફરહાન અને સેમ અયુબ ઓપનિંગ કરવા આવ્યા છે. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો છે.
19-54
એશિયા કપ 2025 ભારત વિ. પાકિસ્તાન મેચ લાઈવ : પાકિસ્તાન ટીમમાં 5 સ્પિન વિકલ્પો
પાકિસ્તાન ટીમ પાસે કુલ પાંચ સ્પિન વિકલ્પો છે. જેમાં ચાઇનામેન સુફિયામ મુકીમ, મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદ અને ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ, સેમ અયુબ અને સલમાન અલી આગાનો સમાવેશ થાય છે.
19-42
ભારત વિ પાકિસ્તાન મેચ લાઈવ : પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
સાહિબજાદા ફરહાન, સામ અયુબ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ અને અબરાર અહેમદ
19-39
ભારત વિ. પાકિસ્તાન મેચનો લાઈવ : ભારતની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી
19-35
ભારત વિ. પાકિસ્તાન મેચનો લાઈવ સ્કોર: પાકિસ્તાને ટોસ જીત્યો
પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે. સ્ટેડિયમ હજુ ભરાયેલું દેખાતું નથી. સ્ટેન્ડમાં ઘણી બેઠકો ખાલી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: કુલદીપ યાદવની વધુ એક મોટી સિદ્ધિ, આ બાબતમાં અશ્વિનને પણ છોડ્યો પાછળ!
આ પણ વાંચો:બુમરાહ બોસ, સૂર્યા નિષ્ફળ, આ છે પાકિસ્તાન સામે ભારતીય ખેલાડીઓનો રેકોર્ડ
આ પણ વાંચો: પાકિસ્તાની કેપ્ટનનો કેટલો ઘમંડ, ભારત સામેની મેચ પહેલા કરી બફાટ!
