India-Pak Womens T20/ Ind Vs Pak T20 Womens World Cup: ભારત-PAK ક્રિકેટરો જબરદસ્ત મેચ બાદ સાથે આવ્યા, એકબીજાને ગળે લગાવ્યા

મહિલા T20 વર્લ્ડ કપ 2023માં રવિવારે (12 ફેબ્રુઆરી) ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત મેચ જોવા મળી હતી. મેચ બાદ બંને ટીમના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં મળ્યા અને ખૂબ હસ્યા અને મજાક કરી હતી. 

Top Stories Sports
India-Pak Womens

India-Pak Womens T20 મહિલા T20 વર્લ્ડ કપ 2023માં રવિવારે (12 ફેબ્રુઆરી) ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત મેચ જોવા મળી હતી. મેચ બાદ બંને ટીમના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં મળ્યા અને ખૂબ હસ્યા અને મજાક કરી હતી.

ટી20 વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી છે. India-Pak Womens T20 રવિવારે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને અજાયબી કરી હતી. ભારતે જેમિમા રોડ્રિગ્ઝની તોફાની ફિફ્ટીના બળે 150 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ જબરદસ્ત મેચ બાદ પાકિસ્તાન ક્રિકેટે એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ટીમના ખેલાડીઓ હસતા અને મજાક કરતા જોવા મળી રહ્યા છે.

આ વિડીયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. India-Pak Womens T20 વિડીયોમાં જોઈ શકાય છે કે ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ મેચને લઈને મજાક કરી રહ્યા છે અને વાત કરી રહ્યા છે. વીડિયોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના, સ્ટાર ખેલાડી શેફાલી વર્મા અને અન્ય તમામ ખેલાડીઓ જોવા મળે છે.

https://twitter.com/TheRealPCB/status/1625020411728519168?s=20&t=3QDM3qBdn0Nd1px4GpAPiQ

બંને ટીમના ખેલાડીઓએ સાથે મળીને ગ્રૂપ ફોટો પડાવ્યા હતા અને ઓટોગ્રાફવાળી ટી-શર્ટની આપલે પણ કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુ ઓછી મેચો રમાય છે, પરંતુ આ મેચ પછી આવા દ્રશ્યોએ બધાનું દિલ જીતી લીધું.

જો ટી-20 વર્લ્ડ કપ 2023માં રમાયેલી મેચની વાત કરીએ તો પાકિસ્તાને India-Pak Womens T20 પ્રથમ બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા, પાકિસ્તાન તરફથી કેપ્ટન બિસ્માહ મારૂફે 68 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

મેચ અધવચ્ચે જ અટકી ગઈ હતી, પરંતુ જેમિમાહ રોડ્રિગ્સે તોફાની 53 રનની ઇનિંગ રમી જેનાથી પાકિસ્તાનનું સપનું તૂટી ગયું. જેમિમાને રિચા ઘોષે ટેકો આપ્યો હતો જેણે માત્ર 20 બોલમાં 5 ચોગ્ગા સહિત 31 રન બનાવ્યા હતા. આ બે ઇનિંગ્સના બળ પર ટીમ ઇન્ડિયાએ છેલ્લી 4 ઓવરમાં 41 રન બનાવ્યા અને પાકિસ્તાનના હાથમાંથી મેચ છીનવી લીધી.

ભારતની આગામી મેચ 15 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સાથે થશે. આ પછી ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડ અને ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે. ભારતના ગ્રુપમાં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો છે. પાકિસ્તાન સામેની જીત બાદ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર પહોંચી ગઈ છે. ભારત આ ટુર્નામેન્ટમાં જબરજસ્ત દેખાવ કરે તેમ મનાય છે.

આ પણ વાંચોઃ

લડાખ-ચીન રેલ્વેલાઇન/ લદાખ સુધી આવશે ચીનની રેલવે લાઇન,પેંગોગથી નેપાળ સુધી રેલવે લાઇન બિછાવનારુ ચીન

ચીન-પરમાણુ શસ્ત્રો/ પરમાણુ શસ્ત્રાગારને 2035 સુધીમાં ત્રણ ગણું કરીને 900 સુધી પહોંચાડવાનું ચીનનું આયોજન 

Yogi-Rahul/ રાહુલ જેવા નેતા જ્યાં સુધી વિપક્ષમાં હશે ત્યાં સુધી અમારું કામ સરળ રહેશેઃ યોગી