Breaking News/ નર્મદા કેનાલનો સાયકો કિલર: યુવકની હત્યા બાદ લૂંટારુ વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટર

નર્મદા કેનાલ પર લૂંટ વિથ હત્યાના સાયકો કિલરનો ખેલ ખતમ, વિપુલ પરમારની ધરપકડ, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ ફાયરિંગ

Breaking News Gandhinagar Top Stories Gujarat

20 સપ્ટેમ્બરની રાત્રે 1:15 વાગ્યે, ગાંધીનગરમાં અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવાન અને એક યુવતી જન્મદિવસ ઉજવવા માટે કારમાં બેઠા હતા. લૂંટ કરવાના ઇરાદે એક અજાણ્યા શખ્સે તેમને તેમનો સામાન છોડી દેવાની ધમકી આપી. જ્યારે યુવકે પ્રતિકાર કર્યો ત્યારે લૂંટારાએ તેને છરીના ઘા મારીને હત્યા કરી દીધી, જ્યારે યુવતીને પણ છરીના ઘા ઝીંકી દીધા. આરોપી વિપુલ પરમારને અંબાપુર કેનાલમાં પર રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, પોલીસે ગોળીબાર કર્યો, જેમાં આરોપીનું મોત થયું. પોલીસે તેને તે સ્થળે જ મારી નાખ્યો જ્યાં તેણે હત્યા કરી હતી.

પોલીસ સાયકો કિલર વિપુલને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. આ દરમિયાન તેણે એક પોલીસકર્મીની રિવોલ્વર છીનવી લીધી અને તેમના પર ગોળીબાર કર્યો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો. ત્યારબાદ પોલીસે સ્વબચાવમાં વળતો ગોળીબાર કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાયકો કિલરનું મોત થઈ ગયું છે.

મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર માધુરી ગોહેલના કારણે આ કેસની તપાસ સફળ રહી. હત્યાના શંકાસ્પદોને શોધવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી, જેમણે કેનાલ વિસ્તાર અને શક્ય હોય ત્યાં અન્ય સ્થળોએ શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. પોલીસે આખરે આરોપીને પકડી લીધો હતો.

આ ભયાનક લૂંટ વિથ હત્યા કેસમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારની રાજકોટના માંડા ડુંગરથી ધરપકડ કરી હતી. વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવી હતી. ઘટનાના દિવસે કેનાલ વિસ્તારમાંથી CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી શિકારની શોધમાં બાઇક પર ફરતો જોવા મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં યુવકની હત્યા કરનારો હત્યારો ઝડપાયો

આ પણ વાંચો:સૌરાષ્ટ્રમા વાહન ચાલકો બન્યા બેફામ એકજ દિવસમા 4 અલગ અલગ જગ્યાએ થયા અકસ્માત 1નું મોત,4 લોકોને ઇજા

આ પણ વાંચો:ભાવનગરમાં આખલોલ જકાતનાકા નજીક પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ