Surendranagar News/ સૌરાષ્ટ્રમા વાહન ચાલકો બન્યા બેફામ એકજ દિવસમા 4 અલગ અલગ જગ્યાએ થયા અકસ્માત 1નું મોત,4 લોકોને ઇજા

સુરેન્દ્રનગર જીલ્લામાં 4 અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં  દસાડા, વઢવાણ, સુરેન્દ્રનગર અને સાયલા તાલુકામાં અકસ્માતો નોંધાયા છે.

Top Stories Gujarat Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગર (Surendranagar)  જીલ્લામાં 4 અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં  દસાડા (Dasada), વઢવાણ (Wadhwan), સુરેન્દ્રનગર અને સાયલા (Sayla) તાલુકામાં અકસ્માતો નોંધાયા છે. જેમાં દસરા-બેચરાજી રોડ પર પોતાના ખેતરમાં જઈ રહેલા એક ખેડૂતને ટેન્કર ચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. દસાડાના નાવિયાણી ગામે રહેતા અજમલભાઈ રૂપાભાઈ ઠાકોર 14મીએ સવારે ખેતરે જઈ રહ્યા હતા. ત્યારે દશરા-બેચરાજી હાઈવે પર રાજસ્થાન તરફથી પસાર થઈ રહેલા ટ્રેલરના ચાલકે બેદરકારીપૂર્વક હંકારીને પાછળથી ટક્કર મારી હતી. જેમાં અજમલભાઈને ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવ અંગેની માહિતી મળતા દશરા પોલીસ મથકના બીટ જમાદાર હે.કો. સોલંકી વગેરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અંગે મૃતકના ભત્રીજા મુકેશ ભોમજીભાઈ ઠાકોરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે વઢવાણની સુદવેલ સોસાયટીમાં રહેતો 45 વર્ષીય અબ્દુલશાહ શુભારતીશાહ દિવાન યાસીનભાઈ ઉર્ફે મુન્નાભાઈ આલમખાનના તબેલામાં મજૂરી કામ કરે છે. બપોરે ખાવાનું પાર્સલ લેવા માટે બાઇક પર ગેબનશાપીર તરફ આવ્યો હતો. ત્યારબાદ 17 વર્ષીય મોઈનખાન ઈદ્રીસખાન તેને મળ્યો અને તે પણ ગેબનશા જવા માંગતો હતો. ત્યારે બુલેટ શોરૂમ પાસે પાછળથી એક કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. અને બંને બાઇક સાથે પટકાયા હતા. આ ઘટનામાં કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. જ્યારે અબ્દુલશાહ અને મોઈનને સારવાર માટે સી.જે. હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

ફરાર કાર ચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ વી.એન. પરમાર દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ મૂળ ધ્રાંગધ્રા તાલુકાના ભરાડ ગામનો 31 વર્ષીય તૃપેશ અશોકભાઈ વરમોરા હાલ સુરેન્દ્રનગરની કુંતાપાર્ક સોસાયટીમાં રહે છે. 7 ના રોજ બપોરે તે અલંકાર સિનેમા રોડ પરથી બાઇક પર ઘરે આવી રહ્યો હતો આ અંગે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે અને વધુ તપાસ સાયલાના નવા સુદામડા ગામના એએસઆઇ એસ.પી.વાઘેલા ચલાવી રહ્યા છે. નિવાસી વિજય ડાયાભાઈ સાગઠીયા રાજકોટમાં રહે છે અને નર્સીંગનો અભ્યાસ કરે છે. તે રજા પર ઘરે આવ્યો હતો. 8ના રોજ તેનો મિત્ર વિપુલ જગદીશભાઈ વાઘેલા, રહે ચોટીલા, નવા સુદામડા આવ્યો હતો. જેથી બંને મિત્રો હાઇવે પર આવેલી દેવાંગી હોટલમાં ચા પીવા જતા હતા. જેમાં હાઇવે પર કાળા રંગની ફોર્ચ્યુનર કારના ચાલકે બંનેને ટક્કર મારતાં તેઓને ઇજા પહોંચી હતી અને કાર ચાલક નાસી ગયો હતો. જેમાં વિજયભાઇ અને વિપુલભાઇને દવાખાને લઇ જવાયા હતા. આ અંગે સાયલા પોલીસ મથકે ફરાર કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચ.સી.જે.ડી.રાઠોડ ચલાવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગરના ચુડામાં કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યું

આ પણ વાંચો:સુરેન્દ્રનગર ના આનંદ ભવન ખાતે હેલ્થ કચેરી વઢવાણ દ્રારા સંજીવની ટોફીનું વિતરણ કરાયું

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મથી ચકચાર