રજનીશ નાગડ – પ્રતિનિધિ, જામનગર
જામનગરઃ જામનગરના પ્રદર્શન મેદાનમાં રવિવારે સાંજે એક કાર ચાલકે ગ્રાઉન્ડની અંદર કાર ચલાવતી વખતે ઝુપડપટ્ટીમાં રહેતા એક બાળકને હડફેટેમાં લઈ લીધો હતો. જે બનાવ પછી કારચાલક પોતાની કાર છોડીને ભાગી છૂટ્યો હતો.
દરમિયાન ઝુપડપટ્ટીના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, અને ઉશ્કેરાયેલા ટોળાએ પ્રદર્શન મેદાનની વચ્ચે ઊભેલી કાર પર ચારેય તરફથી પથ્થર મારો શરૂ કરી દીધો હતો. નાના નાના બાળકોથી લઈને અનેક ઝુંપડા વાસીઓએ ચો તરફ કાર પર પથ્થરમારો કરી ભારે નુકસાની પહોંચાડી હતી.
https://twitter.com/mantavyanews/status/1729079289772130678
આ બનાવ અંગેની પોલીસને જાણ થતાં જ્યાં સુધી પોલીસના આવી ત્યાં સુધી ટોળાએ પથ્થરમારો કરવાનો ચાલુ રાખ્યો હતો. દરમિયાન સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, ત્યારે નાસભાગ થઈ હતી. સમગ્ર મામલામાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બનાવમાં ઇજાગ્રસ્ત બાળકને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, જ્યારે પોલીસે કારના ચાલકની શોધખોળ શરૂ કરી છે.
