અરવલ્લી,
અરવલ્લીમાં લાખોના ટાયર કૌભાંડના આોરોપીને પોલીસે અમદાવાદથી દબોચી લીધો છે. અરવલ્લીના વડગામ ખાતે મારુતિ ટાયર્સના વેપારી સાથે લાલો ઉર્ફે વિક્રમ શાહે ચેક આપીને એક લાખથી વધુના ટાયર ખરીદી કરી કૌભાંડ આચર્યું હતું.
આ મામલે વેપારીએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે ફરિયાદના આધારે અરવલ્લી પરોલ સ્કવોડે બાતમીના આધારે અમદાવાદથી આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને ધનસુરા, નરોડા, ઓઢવ, નડિયાદ તેમજ સુરતમાં પણ અનેક વેપારીઓ સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
