Ahmedabad News:અમદાવાદ(Ahmedabad) શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શો-2026 (flower show) માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં અમદાવાદ શહેરના પ્રખ્યાત રિવરફ્રન્ટ પાર્ક અને અન્ય નિર્ધારિત સ્થળોએ રંગબેરંગી ફૂલોથી સજાવટ શરૂ થઈ ગઈ છે. દેશ-વિદેશમાંથી લાવવામાં આવેલા વિવિધ જાતિના ફૂલો, થીમ આધારિત ફ્લોરલ ડિઝાઇન(Floral design) અને આકર્ષક લાઇટિંગ (Attractive lighting)થી શોને ખાસ બનાવવામાં આવશે.
ફ્લાવર શો (flower show) પ્રાથમિક તૈયારીઓમાં
ગુજરાતમાં અમદાવાદ શહેરના પ્રખ્યાત રિવરફ્રન્ટ પાર્ક અને અન્ય નિર્ધારિત સ્થળોએ રંગબેરંગી ફૂલોથી સજાવટ શરૂ થઈ ગઈ છે. આ ફ્લાવર શો જાન્યુઆરી 2026માં સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ખાતે યોજાશે, જેમાં દેશ-વિદેશના રંગબેરંગી ફૂલો અને અદ્ભુત ફ્લોરલ સ્કલ્પચર્સનું પ્રદર્શન કરવામાં આવશે.

અમદાવાદ ખાતે રિવરફરન્ટ પર ગ્રાઉન્ડમાં ખોદકામ કરાયું અને જરૂરિયાત વાળી જગ્યા પર ભરતી પણ કરવામાં આવે છે.
ફ્લાવર શો-2026 (flower show) માટે જોરશોરથી તૈયારીઓ ચાલુ….

ફ્લાવર શો-2026 (flower show)માં અનેક આર્ટિસટીક દ્રશ્યો દેખાશે

ઉપરોક્ત દરેક માળખામાં બહુ રંગી ફૂલો લાગશે


અનેક આકારી કૂબા અને મેઘધનુષ્ય જેવા માળખા તૈયાર કરાયા

AMC દ્વારા ફ્લાવર શો-2026(flower show)નું આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પાછળ આગામી વર્ષે યોજાનારા ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026ની તૈયારીઓ છે. AMC દ્વારા શો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફૂલોના શિલ્પો, ગાર્ડન ડિઝાઇન, બાળકો માટે પ્રવૃત્તિઓ અને ફોટોગ્રાફી ઝોન સામેલ રહેશે. ફ્લાવર શો (flower show) દરમિયાન શહેરવાસીઓ ઉપરાંત પ્રવાસીઓની મોટી સંખ્યામાં હાજરી રહેવાની અપેક્ષા છે.
અગાઉ ફ્લાવર શો (flower show) માં લાખો લોકોએ મુલાકાત લીધી હતી
આ વર્ષ 2025ના ફ્લાવર શોમાં લાખો લોકોએ મુલાકાત લીધી હતી, જેમાં 10 લાખથી વધુ ફૂલો અને 30થી વધુ સ્કલ્પચર્સનું આકર્ષક પ્રદર્શન થયું હતું. હવે 2026ના આવૃત્તિને વધુ ભવ્ય બનાવવા માટે AMCએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો:સાબરમતી રિવરફ્રન્ટનો ફ્લાવર પાર્ક આજથી બંધ, 2026ના ભવ્ય ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં
આ પણ વાંચો:અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં યોજાશે ફ્લાવર શો, જોવા મળશે વિવિધ તહેવારોની ઝલક
આ પણ વાંચો:PM મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોના સુંદર ફોટો શેર કર્યા
