Surat News : સુરતના જહાંગીરપુરા ખાતેથી પોલીસને એક મહિલા અને બાળકના મૃતદેહ મળતા ચકચાર મચી છે. જ્યારે એક પૂરૂષનો મૃતદેહ ઓલપાડ પાસેથી મળ્યો હતો. બીજીતરફ પોલીસે તપાસ કરતા ત્રણેય એક જ પરિવારના સભ્યો હોવાનું બહાર આવ્યું હતું. પતિ, પત્ની અને બાળક ભરૂચના રહેવાસી હતા. અમરોલી ખાતે તેઓ એક મૈયતમાં આવ્યા હતા અને પરત જતી વખતે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. દરમિયાન પીએમ રિપોર્ટમાં મહિલાને ચાર મહિનાનો ગર્ભ હોવાનું જણાયું છે.
આ બનાવની વિગત મુજબ મૃતક મહિલાનું નામ 24 વર્ષીય ખર્શીદા વસીમ પટેલ જ્યારે તેના દિકરાનું નામ મોઈત પટેલ છે. જ્યારે ઓલપાડથી મળેલો મૃતદેહ મહિલાનો પતિ વસીમ પટેલ હોવાનું ખુલ્યું છે. આ પરિવાર મોટર સાયકલ પર ભરૂચ જવા માટે નીકળ્યો હતો. પરંતુ પરિવાર સાથે રસ્તામાં કોઈ બનાવ બનતા ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા.
આ પરિવાર અમરોલી વિસ્તારમાં સંબંધીના ઘરે મૈયતમાં સામેલ થવા માટે આવ્યો હતો. આજે વહેલી સવારે 5 વાગ્યે પરિવાર ભરૂચ જવા માટે આખો પરિવાર ઘરેતી નીકળ્યો હતો. જોકે જે બાઈક પર પરિવાર નીકળ્યો હતો તે બાઈકનો પતો લાગ્યો નથી. મૃતક ખુશીદા અને તેના પુત્ર મોઈતનું સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેમાં બન્નેના પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું બહાર આવ્યું છે. તે સિવાય ખુર્શીદાને ચાર મહિનાનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે. જોકે ખુર્શીદા અને તેના દિકરાના શરીર પર ઈજાના કોઈ નિશાન મળ્યા નથી.જ્યારે ખુર્શીદાના પતિના માથામાં ઈજાનું નિશાન મળ્યું છે. વસીમનો શર્ટ અને ઝભ્ભો પણ નીકળી ગયેલી હાલતમાં હોવાનું જણાયું છે.
પોલીસનું કહેવું ચે કે પરિવારમાં કોઈ તણાવ ન હતો. જેને પગલે બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો તે અંગે જાણી શકાયું નથી. તે સિવાય બાઈક પણ ગૂમ હોવાથી બનાવ હત્યાનો હોવાની શંકા પણ નકારી શકાય તેમ નથી. આ સંદર્ભે ઓલપાડ પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે ખુર્શીદા અને તેના દિકરાનો મૃતદેહની તપાસ જહાંગીરપુરા પોલીસ કરી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા
આ પણ વાંચો: પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ
આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે
