ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં અડગ રહેલા ક્ષત્રિયો વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓ ઉત્તર ગુજરાતમાં ડીસા અને હિંમતનગરમાં રેલીઓ કરવાના છે. તેના પછી ગુરુવારે આણંદ,સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભા કરવાના છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પીએમની અભેદ સુરક્ષા છે. પીએમના રક્ષણની જવાબદારી પણ ક્ષત્રિયોના જ શિરે છે.
આજે પીએમ મોદીની હિંમતનગરમાં સભા છે. તેમની હિંમત નગર નજીક આમોદરામાં જંગી સભા છે. તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે તેમ માનવામાં આવે છે. પીએમના આગમનને લઈને જામનગર પોલીસ એલર્ટ મોડમાં છે. જામનગરમાં બીજી તારીખે પીએમની જાહેર સભા છે. એડિશનલ ડીજીના અધ્યક્ષ સ્થાને બેઠક મલી છે. બેઠકમાં દસ આઇપીએસ અધિકારીઓ પણ હાજર રહ્યા છે.
વડાપ્રધાન મોદીની જાહેર સભાનું આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે તે વધુને વધુ લોકસભા ક્ષેત્રોને આવરી લેશે. તેથી વડાપ્રધાન મોદી બે દિવસમાં કુલ : જાહેર સભા કરીને રાજ્યના 15થી 18 લોકસભા મતવિસ્તારનો આવરી લે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિયોને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલથી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મનાવવામાં નિષ્ફળ ગયા છે ત્યારે હવે વડાપ્રધાનની મુલાકાત પછી નારાજ ક્ષત્રિયોને કેવી રીતે મનાવી શકાશે તે પણ જોવામાં આવનાર છે.
લોકસભા ચૂંટણી 2024માં બીજા તબક્કાના મતદાન બાદ ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવાનું છે. ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે તૈયાર છે. ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતી છે. જ્યારે પાર્ટી 1998થી રાજ્યમાં સતત શાસન કરી રહી છે. આ વખતે પણ ભાજપે દાવો કર્યો છે કે તે ગુજરાતની તમામ બેઠકો જીતશે.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ, પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ
આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો
આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ