દિલ્હીની ઘણી શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે, જેના કારણે આ શાળાઓમાં બોમ્બ મુકાયા હોવાના સમાચારે હલચલ મચાવી દીધી છે. તેમાં દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી સ્કૂલ અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈપ્રોફાઈલ સ્કૂલોનો સમાવેશ થાય છે.
દ્વારકાની હાઈપ્રોફાઈલ ડીપીએસ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. સવારે છ વાગ્યે ફાયર વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી હતી, ત્યારપછી દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર શાળામાં તપાસ કરવામાં આવી હતી.પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં આવેલી મધર મેરી સ્કૂલને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. સમગ્ર શાળાને ખાલી કરાવીને સર્ચ કરવામાં આવી રહ્યું છે. નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલને પણ ઈમેલ દ્વારા આવી જ ધમકી મળી હતી. શાળામાં બોમ્બની ધમકી મળતાં સમગ્ર શાળાને ખાલી કરાવવામાં આવી હતી.
વસંત કુંજની ડીપીએસ સ્કૂલ અને દક્ષિણ પશ્ચિમ જિલ્લાની ડીએવી સ્કૂલને પણ સમાન ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે. બુધવારે સવારે 4.30 વાગ્યે પુષ્પ વિહારની એમિટી સ્કૂલને ધમકીભર્યો ઈમેલ પણ મોકલવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે.
‘તમામ શાળાઓને ઈમેલ મોકલવામાં આવ્યો હતો’
દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે બુધવારે સવારે દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બની ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. ઈમેલના આઈપી એડ્રેસ પરથી એવું લાગે છે કે આ ઈમેલ દેશની બહારથી મોકલવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે ગઈકાલથી ઘણી જગ્યાએથી ઈમેલ આવ્યા છે. આ ઈમેલમાં કોઈ ડેટલાઈન નથી. એક જ ઈમેલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો:બ્લેકમેલ કરી યુવતી પર બળાત્કાર ગુજાર્યો, મંગેતરને અશ્લીલ વીડિયો મોકલી તોડાવ્યા યુવતીના લગ્ન
આ પણ વાંચો:ટી-20 વર્લ્ડ કપ માટે રોહિતની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયાનું એલાન, પંતનું પુનરાગમન