Murder of Gurpatwant Singh Pannu/ ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા અંગે અમેરિકન મીડિયાના અહેવાલથી ગુસ્સે ભરાયેલા ભારતે આપ્યો જડબાતોડ જવાબ

અમેરિકામાં રહેતા ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય અધિકારીઓ સામેલ હતા. આ સિવાય ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ભારતીય એજન્ટોએ હત્યા કરી હતી.

Top Stories India
Mantay 2024 04 30T133044.263 ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા અંગે અમેરિકન મીડિયાના અહેવાલથી ગુસ્સે ભરાયેલા ભારતે આપ્યો જડબાતોડ જવાબ

અમેરિકામાં રહેતા ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય અધિકારીઓ સામેલ હતા. આ સિવાય ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ભારતીય એજન્ટોએ હત્યા કરી હતી. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. ભારત સરકારે આ અંગે પ્રતિક્રિયા આપી છે અને તેને પાયાવિહોણી અને ખોટી ગણાવી છે. ભારતનું કહેવું છે કે આટલી ગંભીર બાબતમાં આ અત્યંત હલકો અને પાયાવિહોણો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર ષડયંત્ર સીઆરપીએફના ભૂતપૂર્વ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છે કે આ રિપોર્ટમાં ગેરવાજબી વાતો કહેવામાં આવી છે અને તેનો કોઈ આધાર નથી. તેમને કહ્યું કે અમેરિકા પહેલા જ આ અંગે વાત કરી ચૂક્યું છે અને અમે તેના પર તપાસ સમિતિની રચના કરી છે. અમે અમેરિકા પાસેથી તે ઈનપુટ પણ લીધા છે જેમાં તેને કેટલાક આરોપો લગાવ્યા હતા. તેમને કહ્યું, ‘ભારત સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ તપાસ કરી રહી છે. તેને  અમેરિકા દ્વારા આપવામાં આવેલા તમામ ઇનપુટ્સની નોંધ લીધી છે અને તેની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બિનજરૂરી અટકળો લગાવવી અને બેજવાબદાર નિવેદનો કરવા યોગ્ય નથી.

ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં અમેરિકાની મેનહટન કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. આ અંતર્ગત ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના આદેશ પર હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. હાલમાં નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિકની જેલમાં છે. ત્યાંના કાયદા મંત્રી અમેરિકા દ્વારા દાખલ કરાયેલ પ્રત્યાર્પણ અરજીની તપાસ કરી રહ્યા છે. જો અરજી મંજૂર થઈ જશે તો નિખિલ ગુપ્તાને અમેરિકા સોંપવામાં આવી શકે છે. ભારત સરકારે ઘણી વખત પુનરોચ્ચાર કર્યો છે કે પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના દાવા ખોટા છે. જો આવું કંઈક હોય તો નક્કર પુરાવા બતાવવા જોઈએ.

આ પહેલા ગયા વર્ષે જૂનમાં કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ પુરાવા આપી શક્યું નથી. કેનેડા સરકારના આ વલણને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોવિશિલ્ડ રસી જોખમકારક! એસ્ટ્રાઝેનેકાએ કબૂલ્યું, ‘રસીથી આડઅસર થઈ’

આ પણ વાંચો:વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ દુબઈમાં બનશે! 400 એરક્રાફ્ટની સુવિધા

આ પણ વાંચો:ઈલોન મસ્કની ચીન મુલાકાત સફળ સાબિત થઈ, ટેસ્લા પર પ્રતિબંધ હટાવાયા