Gujarat Rains/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ તે જાણો

રાજ્યમાં ભારે વરસાદ Gujarat-Rain પડ્યો છે અને રાત્રિના અગિયાર વાગ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકના 224 તાલુકામાં ક્યાં કેટલો, ક્યાં સૌથી વધુ તો ક્યાં સૌથી ઓછો વરસાડ પડ્યો છે તે જાણો.

Top Stories Gujarat
Rain Gujarat 2 1 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ તે જાણો

રાજ્યમાં ભારે વરસાદ Gujarat-Rain પડ્યો છે અને રાત્રિના અગિયાર વાગ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકના 224 તાલુકામાં ક્યાં કેટલો, ક્યાં સૌથી વધુ તો ક્યાં સૌથી ઓછો વરસાડ પડ્યો છે તે જાણો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ Gujarat-Rain  પડ્યો છે. જેમાં સૌથી વધારે જામનગરમાં 4.5 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ તાલાલામાં 4.2 ઈંચ, વિજાપુરમાં 4 ઈંચ, કચ્છના અબડાસામાં 4 ઇંચ, વેરાવળમાં 3.6 અને માંડવીમાં 3 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

હારીજમાં 2.7 ઈંચ, મોરબી, વાંસદામાં 2.5 ઈંચ વરસાદ, Gujarat-Rain  હિંમતનગરમાં 2.4 ઈંચ અને ભુજ અને સુત્રાપાડામાં 2.3 સાથે ટંકારા, હળવદ, માંગરોળ અને બારડોલીમાં 2.2 ઈંચ, ખેરગામ, ખેડબ્રહ્મા, ડોલવણ, ગાંધીનગરમાં 2.2 ઈંચ તથા માળિયા હાટીના, સુબિર અને માણસામાં 2 ઈંચ વરસાદ આવ્યો છે.

મોરબીમાં 1.8 ઈંચ, ભિલોડામાં 1.6 ઈંચ સાથે ધનસુરામાં 1.5 ઈંચ, દહેગામમાં 1.1 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ વિજયનગરમાં 1 ઈંચ, મૂળીમાં 0.7 ઈંચ વરસાદ પડ્યો છે. ટંકારા અને હળવદમાં સવા બે ઈંચ વરસાદ,Gujarat-Rain માંગરોળ, બારડોલી, ઉમરપાડા અને ખેરગામમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા અને ગાંધીનગરમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યના 222 તાલુકાઓમાં 2 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠાના ડીસા તાલુકામાં ભારે વરસાદને લઈ અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દામાં, વરળ, કંસારી, બાઈવાડા, જેનાલ, ભીલડી સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. Gujarat-Rain દામાથી કંસારીને જોડતા રોડ પર પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. રોડ પરથી વધારે પાણી આવતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.

 

આ પણ વાંચોઃ Gujarati-Amarnathyatra/ અમરનાથમાં 30 ગુજરાતી યાત્રાળુઓ ફસાયાઃ મદદ માટે અપીલ

આ પણ વાંચોઃ Earthquake/ ઇન્ડોનેશિયાની ધરા ધ્રુજી,5.4ની તીવ્રતાનો ભૂકંપ

આ પણ વાંચોઃ Election/ બંગાળમાં ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય, આ જિલ્લાઓમાં ફરી થશે મતદાન

આ પણ વાંચોઃ PUNJAB/ વિજિલન્સે પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ ઓપી સોનીની કરી ધરપકડ

આ પણ વાંચોઃ અતિભારે વરસાદ/ અતિભારે વરસાદના લીધે આ રાજ્યોની શાળાઓમાં બંધનો આદેશ