Gujarati-Amarnathyatra/ અમરનાથમાં 30 ગુજરાતી યાત્રાળુઓ ફસાયાઃ મદદ માટે અપીલ

ખરાબ હવામાન અને સતત પડી રહેલા વરસાદને કારણે ચાર દિવસ કરતા વધારે સમયથી ગુજરાતના 30 જેટલા યાત્રીઓ પંચતરણીમાં ફસાયા છે. તેઓ હાડ થીજાવતી ઠંડીમાંથી બચાવી લેવા માટે તંત્રને અપીલ કરી રહ્યા છે.

Top Stories India

ખરાબ હવામાન અને સતત પડી રહેલા વરસાદને Amarnath Yatra-Gujarati Yatri કારણે ચાર દિવસ કરતા વધારે સમયથી ગુજરાતના 30 જેટલા યાત્રીઓ પંચતરણીમાં ફસાયા છે. તેઓ હાડ થીજાવતી ઠંડીમાંથી બચાવી લેવા માટે તંત્રને અપીલ કરી રહ્યા છે. સતત બગડી રહેલા હવામાન અને ભારે ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા આજે પણ સ્થગિત કરી દેવામાં આવી છે. લગભગ 6000 અમરનાથ યાત્રી રામબનમાં ફસાયેલા છે.

આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ Amarnath Yatra-Gujarati Yatri જણાવ્યું છે કે, ‘અમરનાથના પંચતરણી ખાતે 30 ગુજરાતી યાત્રીઓ ફસાયા છે. ત્યાં વાતાવરણ ખરાબ હોવાને કારણે યાત્રીઓ ફસાયા છે. યાત્રીની મદદ માટે રાજ્યના ગૃહ વિભાગ અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યાલય ખાતે જાણ કરવામાં આવી છે. હાલ અમરનાથ ખાતે ધીમે-ધીમે વાતાવરણ સુધરી રહ્યું છે. ત્યાં ફસાયેલા તમામ લોકો ઝડપથી પોતાના પરિવારના સંપર્કમાં આવી જશે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.’

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કર્યું ટ્વીટ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ Amarnath Yatra-Gujarati Yatri ફસાયેલા લોકોને બચાવવા માટે ટ્વિટ કરીને અપીલ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, ‘અમરનાથ યાત્રા પંચતરણી Base કેમ્પમાં તથા આજુબાજુમાં 4 દિવસ કરતા પણ વધારે સમયથી ગુજરાતના અનેક યાત્રીઓ ફસાયા છે. નીચે જવા માટે કોઈ સુવિધા નથી અને ત્યાં બહુ અગવડ અને ખૂબ કપરી હાલતમાં યાત્રાળુ છે. કેટલાક યાત્રાળુ બીમાર પણ છે. તો આ યાત્રીઓને નીચે લઈ જવા માટે તાત્કાલિક રેસ્ક્યું કરવા CMO ગુજરાત અને PMOને વિનંતી.’
લાખો લોકોના આસ્થાના કેન્દ્ર અમરનાથ ધામ ખાતે દર Amarnath Yatra-Gujarati Yatri વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ જતાં હોય છે. આ દરમિયાન ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. આ તરફ ગુજરાતના 30 શ્રદ્ધાળુઓ અમરનાથના પંચતરણી વિસ્તારમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરતના દસ અને વડોદરાના 20 લોકો ફસાયા હોવાનું કહેવાય છે. આ તરફ હવે તમામ ચીજ વસ્તુઓના ડબલ ભાવ હોવાને કારણે યાત્રિકોને મુશ્કેલી પડી રહી છે. જેને લઈ હવે તમામ ગુજરાતીઓએ ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી છે.

 

આ પણ વાંચોઃ Election/ બંગાળમાં ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય, આ જિલ્લાઓમાં ફરી થશે મતદાન

આ પણ વાંચોઃ PUNJAB/ વિજિલન્સે પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ ઓપી સોનીની કરી ધરપકડ

આ પણ વાંચોઃ અતિભારે વરસાદ/ અતિભારે વરસાદના લીધે આ રાજ્યોની શાળાઓમાં બંધનો આદેશ

આ પણ વાંચોઃ NorthIndia-Heavyrain/ ઉત્તર ભારત જળબંબાકારઃ કેટલાય સ્થળોએ ભૂસ્ખલન

આ પણ વાંચોઃ ENG Vs AUS/ એશિઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું,શ્રેણીમાં કરી વાપસી