Rajkot News : રાજકોટ જિલ્લાના આટકોટ માં નિર્ભયા કાંડ જેનો અત્યંત ક્રુર ઘટના બની હતી. આ આટકોટના નિર્ભયા જેવા કેસના આરોપીએ પોલીસ પર ધારિયાથી હુમલો કરી દીધો હતો. જેમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી. આ બનાવની વિગત મુજબ આટકોટ પાસે કાનપર ગામની સીમમાં 6 વર્ષની બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈને ત્રણ સંતાનોના પિતા એવા નરાધમે પીંખી નાંખી હતી.
ઉપરાંત બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં સળિયો નાંખીને લોહીલુહાણ કરી નાંખી હતી. બાદમાં દર્દથી ચીસો પાડી રહેલી બાળકીને ત્યાં જ મુકીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે પોલીસે ગંભીર જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. વધુ માહિતી એકઠી કરવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો. જેમાં કોર્ટે આરોપીને 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે.
બાળકીએ 10 લોકોમાંથી આરોપીને ઓળખી બતાવ્યો
રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટનામાં પીડિતા મૂળ દાહોદના રહેવાસી છે અને ભાગીયા તરીકે ખેતરમાં કામ કરે છે. કાનપુર ગામના સીમ વિસ્તારમાં આ ઘટના બની હતી. આરોપીને ઝડપી લેવા માટે પોલીસે 10 ટીમ બનાવી હતી . ઉપરાંત પોલીસે 10 કિલો મીટરના સીસીટીવીનું એનાલિસિસ કર્યું હતું. જેમાંથી 10 શકમંદ બચ્યા હતા. ત્યાર બાદ ચાઇલ્ડ કાઉન્સેલેર, મહિલા પોલીસ તથા ડોક્ટરની હાજરીમાં પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો.
4 ડિસેમ્બરના એ દિવસે શું થયું હતું?
આરોપીએ પૂછપરછમાં કહ્યું કે, તે નજીકના ખેતરમાં જ કામ કરે છે અને તેની પાસેના ખેતરમાં પીડિતાના મામા-મામી પણ કામ કરે છે. બનાવને દિવસે બાળકીના મામી બપોરે રૂમમાં સૂતા હતા અને 12 વાગ્યે બાળકો રમતા હતા, તેમાંથી આ બાળકી સૌથી મોટી હતી. તેણે બાળકીને ચોકલેટની લાલચ આપીને પાણીની ટાંકી પાછળ લઈ ગયો હતો. ત્યાં તેણે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે સફળ ન થતા પીડિતાના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસાડવાનો પ્રયાસ કર્યો. જેનાથી બાળકીને ઇજા થઈ અને બ્લિડિંગ શરૂ થઈ ગયું. ત્યાર બાદ પીડિતાએ મામા-મામીને આ અંગે વાત કરતા તેઓએ હોસ્પિટલમાં દાખલ કરી અને પોલીસને જાણ કરી હતી.
આરોપી ખુદ 13 વર્ષની બાળકીનો પિતા
મધ્યપ્રદેશના અલીરાજપુરનો રહેવાસી આરોપી રામસિંગને પોતાને 13 વર્ષની દીકરી અને બે નાના દીકરા છે. બીજીતરફ ઘટનાસ્થળે FSLની ટીમ મોકલીને સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી અને પોલીસ વડાનો સ્પષ્ટ નિર્દેશ છે કે, જલદીથી જલદી ચાર્જશીટ કરવામાં આવે અને દોષિતને સજા મળે. તેના માટે એક ટીમ કામ કરી રહી છે.
બાળકીને જોઈ વિકૃતિ જાગી હતી
પ્રાથમિક પૂછપરછમાં તેણે એવું કોઈ પ્લાનિંગ કર્યું હોવાનું પોલીસને જણાવ્યું ન હતું. પરંતુ તેણે બાળકીને જોઈ અને તેનામાં વિકૃતિ આવીને આ કૃત્ય કર્યું હતું. તે સિવાય આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. મેડિકલ રિપોર્ટ બાદ જરૂર પડશે તો વધુ કલમો ઉમેરાશે.
4 ડિસેમ્બરની ઘટના કેમ હવે બહાર આવી?
તેના મામા-મામીને 4 ડિસેમ્બરે જ્યારે બનાવ બન્યો ત્યારે એવું લાગ્યું કે, છોકરી રમતા રમતા પડી ગઈ એટલે ઈજા થઈ છે. એત્યાર બાદ હોસ્પિટલે લઈ ગયા અને ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન 24 કલાક મહિલા કોન્સ્ટેબલ પીડિતા સાથે જ હતી. જ્યારે છોકરીની માનસિક અને શારીરિક સ્થિતિ સારી થઈ અને ડોક્ટરે રિપોર્ટ આપ્યો કે બાળકી સેક્સ્યુઅલી પ્રતાડિત થઈ છે. આ રિપોર્ટ આવ્યા બાદ તુરંત જ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં
આજે સવારે આરોપીને મીડિયા સમક્ષ પ્રસ્તુત કરાયો હતો, ત્યારબાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો. જ્યાં કોર્ટ આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.છે આરોપીને બતાવીને પોલીસે ઘટનાની વર્તમાન પરિસ્થિતિ તથા તપાસની દિશા અંગે સત્તાવાર માહિતી આપી હતી. રિમાન્ડ દરમિયાન આરોપીની વધુ પૂછપરછ કરીને અને પુરાવા મેળવવાની મેળવવામાં આવશે. ત્યારે સંભવતઃ આરોપીને સાથે રાખીને પોલીસ ખેતરમાં રિકન્સ્ટ્ર્ક્શન કરી શકે છે.
આટકોટ આસપાસના વિસ્તારમાં ફિટકાર સાથે રોષ
આટકોટ અને આસપાસના વિસ્તારમાં આ બનાવને પગલે ચિંતા અને રોષનું વાતાવરણ ફેલાયું છે. સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો બાળકી માટે ઝડપી અને કડક ન્યાયની માગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બાળકીની હાલત પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જસદણના આટકોટના કાનપરની સીમમાં વાડીમાં મજૂરી કરતા મૂળ દાહોદના એક દંપતી ચોથી ડિસેમ્બરના રોજ સવારે કામમાં વ્યસ્ત હતા. તેમની 6 વર્ષની પુત્રી વાડીમાં રમી રહી હતી. તે જ સમયે બાજુના જ ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા અને મૂળ મધ્ય પ્રદેશના અલિરાજપુરના વતની રામસિંગ તેજસિંગની નજર તેના પર પડી હતી.
રામસિંગ બાળકીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયો અને તેના પર પાશવી દુષ્કર્મ આચર્યું. આટલેથી ન અટકતાં તેણે પાસેથી એક સળિયો લઈ બાળકીના ગુપ્તાંગમાં ઘૂસાડી દીધો, જેનાથી બાળકી લોહીલુહાણ બની ગઈ હતી. તે જ ગંભીર હાલતમાં આરોપી તેને છોડીને નાસી ગયો હતો. બાળકીએ તેના સાથે બનેલા અઘટિત કૃત્યની માતા-પિતાને જાણ કરી હતી. તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને વધુ સારવારની જરૂર જણાતાં રાજકોટની જનાના હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. રાજકોટ રિફર કરાતાં આ ઘટનાનો પર્દાફાશ થયો હતો.
આટકોટના નિર્ભયા જેવા કેસ મા પોલીસની 10 ટીમે આરોપીને ગણતરીના કલાકોમાં દબોચ્યો
ઘટનાની ગંભીરતા પારખીને જિલ્લા પોલીસ વડા (એસપી) સહિત રાજકોટ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરી મંગળવારે સાંજે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.100 શકમંદોની પૂછપરછ, બાળકીએ આરોપીને ઓળખ્યો
જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે આરોપીને ઝડપી પાડવા માટે 10 ટીમ કામે લગાડી હતી અને 100થી વધુ શકમંદો પર તપાસ કેન્દ્રિત કરી હતી. આસપાસના સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સોર્સની મદદથી અમને 10 આરોપીઓ પર શંકા વધુ મજબૂત બની હતી.”
એસપીએ ઉમેર્યું કે, ચાઇલ્ડ કાઉન્સિલર અને મહિલા પોલીસની મદદથી અમે બાળકીને આ તમામ 10 આરોપીઓના ફોટા બતાવ્યા હતા અને પૂછપરછ કરી હતી. જેમાં બાળકીએ રામસિંગ તેજસિંગને ઓળખી બતાવ્યો હતો.
નરાધમે કહ્યું- સહયોગ ન આપ્યો એટલે સળિયો ઘૂસાડ્યો
બાળકીએ રામસિંગ તેજસિંગને ઓળખી બતાવ્યો હતો. બાદમાં પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. નફ્ફટ નરાધમ આરોપીએ કબૂલ્યું કે તેણે જ બાળકીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. બાળકી સહયોગ ન આપતી હોઈ, ગુપ્ત ભાગમાં સળિયો ઘૂસાડીને ઈજા પહોંચાડી હતી.
મોઢું દબાવી દુષ્કર્મનો પ્રયાસ બાદ સળિયો ઘૂસાડ્યો
આરોપીએ બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાળકીએ બુમાબુમ કરતા તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દીધું, જેના કારણે બાળકી ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘટનાને અંજામ આપી આરોપી બાળકીને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો.
હાલ બાળકીની તબિયત સ્થિર
પરિવારે બાળકીની શોધખોળ શરૂ કરતાં તે નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. બાળકીની ગંભીર હાલત જોઈ પરિવાર તેને તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ લઈ ગયો હતો. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. જનાના હોસ્પિટલનાં સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ હાલ બાળકીની તબિયત સ્થિર છે. બે ત્રણ દિવસમાં તેની તબિયત સુધર્યા બાદ રજા આપવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: વલસાડમાં દિવ્યાંગ યુવતી સાથે પડોશીએ આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી થતાં ખુલ્યો કાંડ
આ પણ વાંચો: પરિણીતાએ ડાકોરના PSI વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ કરતા ચકચાર, વિડીયો વાયરલ કરવાની ધમકી
આ પણ વાંચો: વાપીમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા
