Valsad News:વલસાડમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.જેમાં એક દિવ્યાંગ યુવતીને તેના જ પડોશીએ દુષ્કર્મની શિકાર બનાવી છે.માહિતી અનુસાર, એક નરાધમ પાડોશીએ 19 વર્ષની દિવ્યાંગ યુવતીની નિર્બળતાનો લાભ લઈને તેના પર બળાત્કાર (Rape) કર્યો હતો, જેના પરિણામે તે ગર્ભવતી થઈ હતી.
અપંગ છોકરીની લાચારીનો લાભ ઉઠાવી આચર્યું દુષ્કર્મ
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે છોકરી બીમાર પડ્યા બાદ તેના પરિવારજનો તેને હોસ્પિટલમાં (Hospital) લઈ ગયા હતા. હોસ્પિટલમાં તપાસ દરમિયાન, ડોકટરોને ખબર પડી કે છોકરી ગર્ભવતી છે, જેના કારણે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાલ પોલીસે કેસ નોંધ્યો છે અને આરોપી પાડોશી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલા વલસાડ (Valsad) જિલ્લાના પારડી તાલુકામાં 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો. આ બાળકી થોડા સમયથી બીમાર રહેતી હતી. દવા કરાવવા છત્તા સારૂ ન થતા તેના માતા-પિતા તેને કપરાડા તાલુકાના આસલોણા ગામે રહેતા શંકર તડવી નામના આદિવાસી ભૂવા પાસે લઈ ગયા હતા. ભગત તરીકે ઓળખાતા આ ભૂવાએ સારવાર અને વિધિ કરવાના બહાને વાલીઓને વિશ્વાસમાં લીધા અને કિશોરીને ત્રણ દિવસ માટે પોતાની પાસે મૂકી જવા જણાવ્યું હતું. કિશોરીના માતા-પિતાએ ભૂવા પર વિશ્વાસ રાખીને દીકરીને ત્યાં મૂકી પોતાના ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન લંપટ ભૂવા શંકર તડવીની દાનત બગડી હતી.
ભૂવાએ આચર્યું દુષ્કર્મ
તેણે કિશોરીને ગામમાં આવેલા ડુંગર પર લઈ જઈ સારવારના નામે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.કિશોરીએ ઘરે જઈ માતા-પિતાને આ અંગેની જાણ કરતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. માતાએ તાત્કાલિક કપરાડા પોલીસ મથકમાં લંપટ ભૂવા શંકર તડવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો:‘સારવાર’ના નામે વલસાડમાં કિશોરી સાથે દુષ્કર્મ, ભૂવો ઝડપાયો
આ પણ વાંચો:વલસાડમાં ટ્યુશનમાં ભણતા કિશોરે જ કિશોરી પર આચર્યું દુષ્કર્મ, વીડિયો વાયરલ કરતા ફરિયાદ
આ પણ વાંચો:વલસાડમાં હિચકારૂ કૃત્ય : સિરિયલ કિલરે યુવતીની હત્યા કરી દોઢ કલાક લાશ સાથે દુષ્કર્મ આચર્યું

