Vapi News: ફક્ત છ વર્ષની બાળકી પર દુષ્કર્મ (Rape) ગુજારી તેનું હત્યા (Murder) કરનારા નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. વાપીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે (Special POCSO Court) આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આરોપી (Accused) નરાધમ રઝાક સુભાનખાનને વાપીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
બાળકી પર દુષ્કર્મ
આરોપી રઝાક સુભાનખાન શ્રમજીવી કુટુંબની છ વર્ષની બાળકીને ચોકલેટ અપાવવાના બહાને લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. આમ શ્રમજીવી કુટુંબની છ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા આપીને કોર્ટે સમાજમાં મજબૂત દાખલો બેસાડ્યો છે.

વાપીમાં બનેલી આ ઘટનામાં આરોપી 42 વર્ષનો રઝાક સુભાનખાનની દાનત શ્રમજીવી કુટુંબની છ વર્ષની છોકરી પર બગડી હતી. તે બાળકીને ચોકલેટની લાલચ આપીને ઝાડીઓમાં લઈ ગયો હતો. તેના પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હતી.

બાળકી ન મળતા તેના માબાપે તેની શોધખોળ કરી હતી અને છેવટે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત જ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પહેલાં તો બાળકીનો મૃતદેહ મળ્યો હતો. તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપતા તેના પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હોવાનું તારણ આવ્યું હતું. તેના કારણે પોલીસે ગુનેગાર સામે રેપ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વળી પીડિત 18 વર્ષ કરતાં નાની હોવાથી આરોપી પર પોક્સો લાગ્યો હતો.

પોલીસે તેના પછી નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંગોળીને અને તેના આધારે અંકોડા મેળવી આરોપીને ઝડપી લીધો હતો. તેના પછી વાપીની સ્પેશયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. આ કેસમાં સુરનતા અને વલસાડના પબ્લિક પ્રોસીક્યુટર નયન સુખડવાલા અને અનિલ ત્રિપાઠીની દલીલોને સ્વીકારીને કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.
આ પણ વાંચો: Anand News/સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે આચર્યું દુષ્કર્મ, પરિવારના ભોજનમાં ભેળવી ઊંઘની ગોળીઓ
આ પણ વાંચો: સાબરકાંઠામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ
આ પણ વાંચો: જામનગર: સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
