Anand News/ સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે આચર્યું દુષ્કર્મ, પરિવારના ભોજનમાં ભેળવી ઊંઘની ગોળીઓ

આણંદમાં યુવકે સગીરના જ હાથે પરિવારના સભ્યોને રાત્રેના ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખાવડાવી બેભાન કર્યા બાદ ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.

Top Stories Gujarat Breaking News

Anand News:આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વત્રા ગામના વાડિયાપુરા વિસ્તારમાં એક 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપીએ સગીરાને પ્રેમની જાળમાં ફસાવી, તેના જ હાથે પરિવારના સભ્યોને રાત્રેના ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખાવડાવી બેભાન કર્યા બાદ ઘરમાં ઘૂસીને દુષ્કર્મ  (Rape) આચર્યું હોવાનું બહાર આવ્યું છે.પોલીસ ફરિયાદ મુજબ, વત્રા ગામના વાડિયાપુરા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય રણજીત રમેશ ઠાકોરે ગામની જ એક 16 વર્ષીય સગીરા સાથે છેલ્લા કેટલાક મહિનાથી મિત્રતા ગાઢી કરી હતી. ધીમે-ધીમે તેણે સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી દીધી અને શારીરિક સંબંધ (Physical relationship) બાંધવા દબાણ શરૂ કર્યું હતું.જ્યારે સગીરાએ ઇન્કાર કર્યો ત્યારે રણજીતે પોતાના મિત્ર વિજીય ઠાકોર સાથે મળીને એક ભયાનક કાવતરું ઘડ્યું. રણજીતે સગીરાને ધમકી આપી કે જો તેં મારી વાત નહીં માની તો તારા ફોટા-વીડિયો વાયરલ કરી દઈશ.

ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું

ડરના માર્યે સગીરાએ રણજીતની વાત માની અને તેણે આપેલી ઊંઘની ગોળીઓ ઘરના તમામ સભ્યોના રાત્રિના ભોજનમાં ભેળવી દીધી.જમ્યા બાદ ઘરના બધા સભ્યો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા. આ જ તક જોઈને રણજીત રાત્રે ઘરમાં ઘૂસી આવ્યો અને સગીરાના ઓરડામાં જઈને તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ આચર્યું. આ કૃત્ય બાદ રણજીત ઘરમાંથી નાસી છૂટ્યો હતો.બીજા દિવસે સવારે જ્યારે પરિવારના સભ્યોને આખી ઘટના જાણી તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. સગીરાએ રડતાં-રડતાં પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારને કહી સંભળાવી. તુરંત જ પરિવારજનો સગીરાને લઈને ખંભાત પોલીસ સ્ટેશને પહોંચ્યા અને રણજીત ઠાકોર તથા તેના સાગરીત વિજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આણંદના નાયબ મામલતદારને લાંચના કેસમાં સજા

આ પણ વાંચો:આણંદના બોરસદમાંથી 16 જુગારી ઝડપ્યા, 24 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:આણંદમાં જિલ્લા કોર્ટનો સુપ્રિટેન્ડેન્ટ લાંચ લેતા ઝડપાયો