Kutch News/ અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં યોજાયેલી એકતા પદયાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા

વિથોણ સરદાર બાગથી પ્રસ્થાન થયેલી યાત્રાનું નખત્રાણા નવાવાસ ગેટ ખાતે સમાપન થયું. સરદાર સાહેબ અમર રહો નારાઓથી સમગ્ર વાતાવરણ બન્યું રોમાંચિત બન્યું હતું.

Gujarat Top Stories Others

Kutch News: સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે કચ્છ જિલ્લામાં અબડાસા વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાનું વિથોણ સરદાર બાગથી કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ આયોજન અન્વયે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે,  વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને એક બનીને આગળ વધવું પડશે. અંખડ ભારતના ઘડવૈયા  સરદાર પટેલે સમગ્ર ભારતને એક કરીને એકતાનો સંદેશ આપ્યો હતો ત્યારે દરેક નાગિરકે એકતા, અંખડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને જીવનમાં ઉતારવા જીવનમાં ઉતારવા જોઈએ.

ધારાસભ્ય પ્રદ્યમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી‘ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. વધુમાં તેમણે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશીને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો. તેઓએ લોખંડી પુરુષના વિચારોને જન જન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.

લોખંડી પુરુષ  સરદાર પટેલના જીવન-કવન તેમજ ભારતની આઝાદીની લડત, વિવિધ સત્યાગ્રહો તથા ભારતના એકીકરણમાં ભૂમિકા પર વક્તવ્ય યોજાયું હતું. વિથોણ સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ, રામેશ્વર તળાવ પાસે સફાઇ અભિયાન બાદ મહાનુભાવોએ  સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર તેમજ સુતરની આંટી પહેરાવી લીલીઝંડી બતાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું. રસ્તામાં ધાવડા, અંગીયા સહિતના ગ્રામજનોએ યાત્રાને આવકારી હતી. નખત્રાણા નવાવાસ ગેટ પાસે મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે અગ્રણી હિરેનભાઇ પારેખ,  નરેન્દ્ર પ્રજાપતિ, મામલતદાર રાકેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં 765 kVની લાઇનને લઈને અદાણી-ખેડૂત આમનેસામને

આ પણ વાંચો:કચ્છનું સફેદ રણ ફરી એકવાર ‘રણ ઉત્સવ’માં પ્રવાસીઓને આવકારવા તૈયાર છે!… પુનર્નિર્માણની અદ્ભુત ગાથા..!

આ પણ વાંચો:કચ્છ–સૌરાષ્ટ્રમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન આપશે VGRC