Kutch News: કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશ તેની ભૌગોલિક વિવિધતા, સાંસ્કૃતિક વારસો અને વિકસતા અર્થતંત્ર માટે જાણીતો છે. કચ્છ-સૌરાષ્ટ્રનું વ્યૂહાત્મક સ્થાન અને કંડલા–મુન્દ્રા જેવા મહત્વના બંદરો લોજિસ્ટિક્સ, વેપાર અને ગ્રીન શિપિંગ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રદેશ પેટ્રોકેમિકલ, સિરામિક અને એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગોમાં અગ્રેસર છે, જેને મજબૂત માળખાગત સુવિધાઓ અને નવીનતા-આધારિત પહેલોનો ટેકો મળ્યો છે. એટલું જ નહીં, અહીંનું આધ્યાત્મિક અને હેરિટેજ ટુરિઝમ આ પ્રદેશની પરંપરાઓને જીવંત રાખે છે, સાથે સાથે વ્યવસાય અને વિકાસને પણ ટેકો આપે છે.
કચ્છ અને સૌરાષ્ટ્રની VGRC માટેના મુખ્ય ક્ષેત્રોમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, માછીમારી, પેટ્રોકેમિકલ્સ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ખનિજ, ગ્રીન એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, પ્રવાસન અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સિરામિક, કપાસ અને પ્લાસ્ટિકની નિકાસ, બ્રાસ કોમ્પોનન્ટ્સ, સીફૂડ પ્રોસેસિંગ, કોસ્ટલ ટૂરિઝમ અને અનેક અન્ય ક્ષેત્રોમાં ઉત્તમ વ્યાવસાયિક તકો ઉપલબ્ધ છે.
મહેસાણાની VGRCમાં ₹3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે 1,264 MoU પર હસ્તાક્ષર થયામહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન થયું હતું, જેમાં ₹3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે 1,264 MoU પર હસ્તાક્ષર થયા હતા. બે દિવસીય આ કોન્ફરન્સમાં 29,000થી વધુ લોકો હાજર રહ્યા હતા અને 80થી વધુ દેશોના 440થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વૈશ્વિક અને સ્થાનિક સહયોગનું ઉત્તમ ઉદાહરણ દર્શાવતા આ કાર્યક્રમમાં 160થી વધુ બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) અને 100થી વધુ બિઝનેસ-ટુ-ગવર્મેન્ટ (B2G) મિટિંગ્સ યોજાઈ, જેને કારણે ભાગીદારી અને રોકાણની મહત્વપૂર્ણ તકો ઊભી થઈ.
ભારતનેક્સ્ટ સ્ટાર્ટઅપ પિચિંગ ફેસ્ટિવલ દરમિયાન ₹41.56 કરોડના રોકાણની જાહેરાત થઈ મહેસાણા ખાતે આયોજિત રિજનલ કોન્ફરન્સમાં 410થી વધુ પ્રદર્શકોએ ઇનોવેશન (નવીનતા) સાથે પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું, જેમાં 170થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સની સક્રિય ભાગીદારી નોંધાઈ હતી. ઉદ્યમી મેળામાં 9,000થી વધુ ઉદ્યોગસાહસિકોને ₹900 કરોડથી વધુની પ્રોત્સાહક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતનેક્સ્ટ સ્ટાર્ટઅપ પિચિંગ ફેસ્ટિવલમાં ₹41.56 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી, જ્યારે RBSM (રિવર્સ બાયર–સેલર મીટ) અંતર્ગત 850થી વધુ ગુજરાત બેઝ્ડ સેલર્સ સાથે 2,200થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું, જેના પરિણામે નિકાસ માટે ₹500 કરોડથી વધુની બિઝનેસ ઇન્કવાયરી થઈ. આ ગુજરાતની ઉદ્યોગસાહસિક ક્ષમતા સૂચવે છે.
આ પણ વાંચો: કચ્છ/Brakeing News : કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો, 2001ની દુઃખદ ઘટના યાદ આવી
આ પણ વાંચો: Kutch News/ખાવડા નેશનલ હાઇવે પર બેફામ ચાલતા ઓવરલોડ વાહનો સર્જી રહ્યા છે જાનહાનિ
આ પણ વાંચો: Kutch News/ભૂજ થી નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે ૯૩૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે
