Ahmedabad News : અમદાવાદમાં આવેલી વિવિધ સ્કૂલો તથા અન્ય જગ્યાએ બોમ્બ મુકવાના ધમકીભર્યા ઈમેલ કરવાના અલગ અલગ કેસ રોની જોશિલ્ડા નામની યુવતી સામે નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી શાળા, સરખેજમાં આવેલી શાળા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજ અને હાઈકોર્ટને બોમ્બ મૂકાયાના થ્રેટ ઇમેઇલ દિવીજ પ્રભાકરના નામથી મળ્યા હતા. સાયબર ક્રાઈમે ઇમેઇલ મોકલનાર રેની જોશિલ્ડા નામની આરોપી યુવતીની ચેન્નઈથી ધરપકડ કરી હતી. તેને કસ્ટડીમાં પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી.
અત્યારે રેની જેલમાં છે, ત્યારે તેને ઉપરોક્ત ફરિયાદો પૈકી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મુકવાની ધમકી, પોલીસ સાથે ઝપાઝપી અને પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજને અપાયેલી ધમકીના કેસમાં તેને જામીન મળી ચૂક્યા છે. જો કે, અન્ય ત્રણ કેસ પણ તેની સામે હોય અને તેની કાર્યવાહી બાકી હોય હાલ તેને જ જેલમાં જ રહેવું પડશે.રોનીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મુકવાની ધમકી, BJ મેડિકલ કોલેજમાં બોમ્બ મુકવાની ધમકી અને કસ્ટડી દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી એમ ત્રણ કેસમાં જામીન મળ્યા છે.
બોપલની શાળામાં બોમ્બ મૂકવાની ધમકીના કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે યુવતીના જામીન નકારતા તેની અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરાવામાં આવી છે. જ્યારે સરખેજની શાળા અને હાઈકોર્ટને અપાયેલ ધમકી સંદર્ભે જામીન અરજી દાખલ કરવાની છે. બોપલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટમાં મુકાયેલ જામીન અરજીમાં આરોપીના વકીલ વિશાલ તોમરે રજૂઆત કરી હતી કે આ કેસમાં મહત્તમ 07 વર્ષની સજાની જોગવાઈ છે. કેસને પોલીસે મીડિયા ટ્રાયલ બનાવી દીધેલ છે.
તેના અરેસ્ટ પછી પણ તેના નામના ધમકી ભર્યા મેઇલ મળ્યા જ છે. એટલે આ ગુન્હામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે. પરંતુ પોલીએ તેને પકડી ન શકતા, રેનીને પકડીને કોર્ટ સમક્ષ રજુ કરી દેવાઈ છે. રેનીના ઇલેક્ટ્રોનિક ડીવાઈસ પોલીસ પાસે છે. ડાર્ક વેબનો આરોપીઓ કોઈ ઉપયોગ આક્ષેપ પ્રમાણે કર્યો નથી. સત્યેન્દ્ર અંતિલના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ બેઈલ મળવાપાત્ર છે.
સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી યુવતી ટેકનોલોજીનું જ્ઞાન ધરાવે છે. તેની સામે ગંભીર ગુન્હો છે. તેને ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે જેવા 11 રાજ્યોમાં થ્રેટ ઇમેઇલ મોકલ્યા હતા. તેને જામીન આપવામાં આવે તો તે આવું કૃત્ય ફરીથી આચરી શકે તેમ છે. વળી ગુજરાત હાઇકોર્ટમાં બોમ્બની ધમકી મળતા હાઇકોર્ટ ખાલી કરાવવી પડી હતી. રેનીના આવા કૃત્યથી વાઘ આવ્યો રે વાઘ આવ્યો તે વાર્તા મુજબનો માહોલ બન્યો છે. ખરેખર જ્યારે બોમ્બ મુકાય ત્યારે તેને કોઈ ગંભીરતાથી લેશે નહીં.
આથી આરોપીની જામીન અરજી રદ કરી નાખવી જોઈએ. કોર્ટે બંને પક્ષોને સાંભળીને આરોપીની જામીન અરજી નકારી નાખી હતી અને રેનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી હતી.પ્રેમીને બદનામ કરવા માટે રેનીએ ધમકીભર્યા મેલ કર્યા હતાઆ કેસમાં પોલીસ થિયરી મુજબ યુવતી પોતાની જ કંપનીમાં કામ કરતા એક કર્મચારીના એક તરફ પ્રેમમાં હતી. પરંતુ તેનો પ્રેમી પરિણીત છે. તેને બદનામ કરવા અને તેના છૂટાછેડા કરાવવા યુવતીએ આવી હરકત કરી હતી. યુવતીએ તેના પ્રેમીના નામનું બોગસ ID બનાવી તેને બદનામ કરવા પ્રયત્ન કર્યો હતો. જેથી તેને દેશમાં જુદી જુદી સંસ્થાઓને બોમ્બથી ઉડાડવા ધમકીઓ આપી હતી.
ગુજરાત પોલીસે એક વિચિત્ર કેસ ઉકેલ્યો છે. પોલીસે ચેન્નઈથી એક છોકરીની ધરપકડ કરી છે. આ છોકરીએ એકતરફી પ્રેમને કારણે અનેક શહેરોમાં બોમ્બવિસ્ફોટ કરવાની ખોટી ધમકીઓ આપી હતી. અમદાવાદ પોલીસે ચેન્નઈથી રેની જોશીલ્ડા નામની છોકરીની ધરપકડ કરી છે. રેની રોબોટિક્સમાં ક્વોલિફાઇડ છે અને ડેલોયટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. એકતરફી પ્રેમમાં રેનીએ દેશભરમાં ખોટી બોમ્બની ધમકીઓની જાળ બિછાવી હતી.
આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદ માટે પાટીદારો કમાન સંભાળવા તૈયાર…
આ પણ વાંચો:સુરતમાં કોંગ્રેસે રસ્તા પરના ખાડાનો અનોખી રીતે કર્યો વિરોધ
આ પણ વાંચો:કોંગ્રેસ પર પ્રહાર કરતા શશિ થરૂરે કહ્યું, હવે આ 1975 નું ભારત નથી કે…
