Vav Tharad News/ વાવ-થરાદમાં વરસાદ બાદ પણ ખેડૂતોની મુશ્કેલી યથાવત, પાણીમાં ગરકાવ થયો મગફળી-બાજરીનો પાક

Vav Tharad Crop Damage: બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ પણ અનેક ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી મગફળી, બાજરી, જુવાર અને મરચાંના પાકને ભારે નુકસાન થયું છે… વધુ વાંચો

Top Stories Gujarat Others
Vav Tharad Crop Damage: લાખોનું રોકાણ પાણીમાં ગયું

Vav Tharad News: ભારે વરસાદ થંભી ગયો હોવા છતાં બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં ખેડૂતોની મુશ્કેલીઓ યથાવત છે. અનેક ગામોના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી મગફળી, બાજરી, જુવાર અને મરચાં સહિતના ઉભા પાકને ભારે નુકસાન (Vav Tharad Crop Damage) થયું છે. ખેડૂતોનું કહેવું છે કે મહિનાઓની મહેનત અને લાખો રૂપિયાનું રોકાણ પાણીમાં સમાઈ ગયું છે.

Vav Tharad Crop Damage: અનેક ગામોના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા

વાવ-થરાદ પંથકના વામી, લોરવાડા, ભડોદર, લેડાઉ સહિતના અનેક ગામોમાં વરસાદ બંધ થયા બાદ પણ ખેતરોમાંથી પાણી ઓસર્યું નથી. જ્યાં થોડા દિવસ પહેલાં લીલાછમ પાક લહેરાતો હતો ત્યાં હવે પાણી ભરાયેલા ખેતરો અને નુકસાનના દૃશ્યો જોવા મળી રહ્યા છે.

મગફળી, બાજરી સહિતના પાકને ભારે નુકસાન

ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં મગફળી, બાજરી, જુવાર અને મરચાં જેવા પાકને ભારે નુકસાન થયું છે. અનેક ખેતરોમાં (Groundnut Crop Damage) પાક સડી ગયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જમીન ધોવાઈ જતાં આગામી સિઝનની ખેતી પણ જોખમમાં મુકાઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

પાણીના નિકાલની સમસ્યાએ વધારી મુશ્કેલી

Vav Tharad Crop Damage: લાખોનું રોકાણ પાણીમાં ગયું

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ માત્ર ભારે વરસાદ જ નહીં, પરંતુ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. કેટલાક ખેડૂતોનો આક્ષેપ છે કે મુખ્ય નર્મદા કેનાલના કારણે વિસ્તારનું તળ ઊંચું થઈ ગયું છે, જેના કારણે વરસાદી પાણી બહાર નીકળી શકતું નથી અને દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે.

લાખોના રોકાણ પર ફરી વળ્યું પાણી

ખેડૂતો બિયારણ, ખાતર, દવાઓ, સિંચાઈ, ટ્રેક્ટર અને મજૂરી પાછળ લાખો રૂપિયાનું રોકાણ કરીને પાક તૈયાર કરે છે. મોટાભાગના ખેડૂતો આ ખર્ચ માટે ઉછીના નાણાં અથવા લોનનો સહારો લેતા હોય છે. જોકે અતિવૃષ્ટિના કારણે પાક બરબાદ થતાં તેમની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે અને ઉત્પાદન લગભગ શૂન્ય રહેવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેડૂતોની ત્રણ મુખ્ય માંગ

ખેડૂતો સરકારે તાત્કાલિક નુકસાનનો પારદર્શક સર્વે કરાવવા, વાસ્તવિક નુકસાનના આધારે પૂરતું વળતર ચૂકવવા તેમજ દર વર્ષે પાણી ભરાતા વિસ્તારોમાં કાયમી પાણી નિકાલની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર સહાય (Farmer Compensation) નહીં મળે તો માત્ર આ વર્ષની ખેતી જ નહીં, પરંતુ આગામી સિઝન અને તેમનું ભવિષ્ય પણ ગંભીર સંકટમાં મુકાઈ શકે છે.


આ પણ વાંચો: ભરૂચમાં કુદરતનો ડબલ કહેર! 200 એકર જમીન નદીમાં સમાઈ, ઉભા પાકનો વિનાશ; ખેડૂતોની સરકાર પાસે વળતરની માંગ

આ પણ વાંચો: સુરતમાં ખાડીપૂર મુદ્દે મનપાના પ્લાન પર ભાજપના MLAનો સવાલ, ‘કાગળ પર નહીં, જમીન પર કામ કરો’

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ પડ્યો ધીમો, તાપમાનમાં વધારો; 10 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી