Porbandar News : પોરબંદર નજીકના બોરીચા ગામમાં થોડા દિવસો પહેલા મારામારીની ઘટના બની હતી. જેમાં ગુનો નોંધાયા બાદ આદિત્યાણાના ભીમા દુલા (bhima dula)નું નામ પણ હોવાનું બહાર આવતાં પોલીસે સવારે આદિત્યાણામાં દરોડો પાડ્યો હતો અને ભીમા દુલાને પૂછપરછ માટે પોરબંદર લવાયો હતો. બીજી તરફ આદિત્યાણા પાસેથી હથિયારો અને રોકડ પણ જપ્ત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
થોડા દિવસો પૂર્વે બગવોદરમાં ચૂંટણીના ડખ્ખામાં થયેલી મારામારીની આરોપીને ભીમાદુલાએ આશરો આપ્યો હોવાની શંકાએ વહેલી સવારે પોરબંદર એલસીબી સહિતની પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ ભીમા દુલાએ પૂર્વ ધારાસભ્યનો ભાઈ હોય તેમજ રાજકીય પીઠબળના કારણે તે પોરબંદરમાં ગેંગ ચલાવે છે. પોરબંદરમાં ગેંગસ્ટરને ત્યાં દરોડો પડતા વધુ એક વખત ગુનાખોરીની દુનિયામામં ઝૂની યાદોની ચર્ચાઓ જાગી છે.
ડી. એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એણુ.સી.ભી. સહિતના સ્ટાફ સાથે ભીમા દુલા ઓડેદરાની પૂછપરછ કરાઈ હતી. વધુ તપાસ અર્થે સવારે 9 વાગ્યે ભીમા દુલા ઓડેદરાને પોરબંદર પોલીસ સ્ટેશને લઈ જવાયેલ છે. આદિત્યાણા ગામે પોલીસના ધાડેધાડા ઉતરતા સવારથી લોકોમાં પણ કુતુહલ જાગેલ હતુ. ભીમા દુલાની પુછપરછ ચાલી રહી છે અને સાંજ સુધીમાં પોલીસ માહિતી જાહેર કરશે તેમ જાણવા મળ્યું છે.
પોરબંદરમાં ગેંગ ચલાવતો કુખ્યાત ભીમા દુલા ઓડેદરા લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આદિત્યાણા પંથકની ગેંગના નેતા ભીમા દુલા ઓડેદરાએ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના કટ્ટર સમર્થક મૂળુ મોઢવાડિયાની હત્યા કરી હતી. અને ભીમા દુલા ખંડણી, અપહરણ વગેરે જેવી ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલો છે.આદિત્યાણા ગામે સંધી પિતા-પુત્રના ડબલ મર્ડર કેસમાં ભીમા દુલા ઓડેદરાનું નામ પણ પોલીસ રજીસ્ટરમાં નોંધાયેલ છે. પોરબંદર અને આસપાસના ગામડાઓમાં આતંક મચાવનાર ભીમા દુલા ઓડેદરાને પોલીસે ઝડપી પાડ્યો હતો અને હવે પોલીસ જુના ગુનાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં બે મહિલાઓ વચ્ચે જોરદાર મારામારીની ઘટનામાં એક ગંભીર રીતે ઘાયલ
આ પણ વાંચો:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં મારામારીની ઘટના, ખાવાની બાબતને લઈને થઇ બબાલ
