ગુજરાતી ફિલ્મ જગતના એક ખ્યાતનામ અને કરોડો લોકોના દિલ પર રાજ કરનારા અભિનેતા નરેશ કનોડિયાનું આજે નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ત્યાં જ તેમનું નિધન થયું છે.
Gujarati Cinema / ઢોલીવુડને લાગ્યો વધુ મોટો ઝટકો, હવે નહીં જોવા મળે નરેશ-મહેશન…
આ સમાચાર સાંભળતા જ ગુજરાતના તેઓના કરોડો ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણીએ પૂર્વ ધારા સભ્ય અને ગુજરાતી ફિલ્મ જગત ના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયા ના દુઃખદ અવસાન અંગે શોક ની લાગણી વ્યક્ત કરી સદગત ને શ્રદ્ધાંજલી પાઠવી છે.
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે pic.twitter.com/7lAiDtPYHx
— Vijay Rupani Memorial (@vijayrupanibjp) October 27, 2020
મુખ્યમંત્રીશ્રી એ સ્વ. નરેશ કનોડિયા એ ગુજરાતી ચલ ચિત્ર જગત માં અભિનય ના ઓજસ પાથરી ને દસકાઓ સુધી લોક માનસ માં એક આગવું સ્થાન મેળવેલું તેનું સ્મરણ કરતાં કહ્યું છે કે તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્ર જગત માં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ દિવંગત આત્મા ની પરમ શાંતિ ની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનો ને દિલસોજી પણ પાઠવી છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર નરેશ કનોડીયાનું દુ:ખદ નિધન
