આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશીફળ:૧૧-૦૩-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ આઠમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશીમાં રહેશે અને જયેષ્ઠા નક્ષત્ર રાત્રે ૧૦:૦૧ વાગ્યા સુધી રહેશે. વ્રજ યોગ સવારે ૦૯:૧૨ વાગ્યા સુધી રહેશે અને બાલવ કરણ બપોરે ૦૩:૦૭ વાગ્યા સુધી રહેશે. આજે પંચક નથી, જ્યારે વિંછુડો રાત્રે ૧૦:૦૧ વાગ્યે ઉતરી જશે. સૂર્ય કુંભ રાશીમાં રહેશે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશીમાં રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી રહેશે. આજનો સૂર્યોદય સવારે ૦૬:૫૨ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૭ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૦૧:૫૯ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૧૧:૪૨ વાગ્યે થશે. આજે અભિજિત મુહૂર્ત નથી, જ્યારે રાહુકાળ બપોરે ૧૨:૫૦ થી ૦૨:૧૯ સુધી રહેશે. આજના દિવસે કાલાષ્ટમીનું વ્રત છે અને ફાગણ વદ આઠમની તિથિ આગામી દિવસ એટલે કે ૧૨ માર્ચની સવારે ૦૪:૧૭ વાગ્યા સુધી રહેશે.
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૫૨ થી ૦૮:૨૨ |
| અમૃત | ૦૮:૨૨થી ૦૯:૫૧ |
| શુભ | ૧૧:૨૦ થી ૧૨.૫૦ |
| લાભ | ૦૫:૧૭ થી ૦૬:૪૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૭થી ૦૯:૪૭ |
| અમૃત | ૦૯:૪૭થી ૧૧:૧૮ |

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મેષ (અ, લ , ઈ) :-
- કામનો ભાર હળવો થાય.
- પરિવારને મુશ્કેલીનો સમનો કરવો પડે.
- જીવન સાથી જોડે બહાર જવાય.
- મહત્વના કામમાં હિંમત રાખો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- વૃષભ (બ, વ, ઉ) :-
- મહત્વના કામમાં આળસ ન રાખો.
- વસ્તુઓ મૂકીને ભૂલી જવાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- રાહત મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯

- મિથુન (ક, છ, ઘ) :-
- ચાર પગવાળા પ્રાણીઓથી લાભ થાય.
- ઘરનું વાતાવરણ ગરમ રહે.
- માનસિક શાંતિ મળે.
- મહત્વની વાત જાણવા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- કર્ક (ડ , હ) :-
- ઓફિસથી વહેલા અવાય.
- એકાંત વધારે ગમે.
- બાળકો મદદ કરે.
- સ્વાસ્થ સાચવવાની ખાસ જરૂર છે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨

- સિંહ (મ , ટ) :-
- રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
- કામનું દબાણ વધે.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- નવા સબંધ બંધાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- કન્યા (પ , ઠ, ણ) :-
- વિદ્યાર્થી વર્ગને ફાયદો થાય.
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- ફસાયેલ નાણા પાછા આવે.
- પ્રેમમાં સફળતા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧

- તુલા (ર , ત) :-
- માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.
- સખત મહેનત રંગ લાવે.
- કોઈ કાર્યમાં વિલંબ આવે.
- પરિવારથી લાભ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- વૃશ્વિક (ન, ય) :-
- પૈસા ગણવામાં ભૂલ પડી શકે.
- લોકો પાસેથી શીખવા મળે.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અનુભવથી શીખવા મળે.
- અતિથી ઘરે આવે.
- તમને નજર લાગી શકે.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મકર (ખ, જ) :-
- કોઈ તજજ્ઞ સાથે મુલાકાત થાય.
- શુભ પ્રસંગોની યાદ આવે.
- અણધાર્યો પ્રવાસ થાય.
- સ્નાયુની તકલીફ રહે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ખર્ચ પર અંકુશ રાખવો.
- ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
- મુઝવણમાં રહ્યા કરીએ.
- ખોટ ભય ન રાખવો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫

- મીન (દ, ચ, ઝ, થ) :-
- અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
- ઓફીસના કામનું દબાણ વધે.
- મનને શાંતિ અનુભવાય.
- તમારી મહેલ બધે પ્રસરાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:
આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…
આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…
