Inspirational Story: જીવનમાં આપણી સાથે શું ઘટે છે તેના કરતા આપણે તેને કઈ રીતે જોઈએ છીએ, તે વધુ મહત્વનું છે. એક પિતા (Father) ના વ્યસનની અસર તેમના બે પુત્રો પર તદ્દન અલગ પડી. આ વાર્તા સાબિત કરે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ તમારો સાચો દૃષ્ટિકોણ (Perspective) તમારું ભાગ્ય બદલી શકે છે. પ્રેરક કથાના મુખ્ય અંશ અને શીખ.
એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો જે દારૂ અને જુગારના વ્યસનમાં ડૂબેલો હતો. તેના બે દીકરા હતા. મોટો દીકરો પણ પિતાના (Father) માર્ગે ચાલ્યો અને વ્યસની બની ગયો, જ્યારે નાનો દીકરો ભણી-ગણીને એક સફળ બિઝનેસમેન બન્યો અને સમાજમાં માન-મોભો મેળવ્યો.
મોટા દીકરાનો તર્ક Father તરફ: “મેં જે જોયું તે કર્યું”
જ્યારે મોટા દીકરાને પૂછવામાં આવ્યું કે તે કેમ બરબાદ થયો? ત્યારે તેણે જવાબ આપ્યો, “મારા પિતા આખો દિવસ દારૂ પીતા અને જુગાર રમતા. મેં નાનપણથી તેમને જ જોયા છે, તો હું બીજું શું શીખું? મારો બરબાદ થવા પાછળ મારા પિતાનું વ્યસન જવાબદાર છે.” તેણે પોતાની નિષ્ફળતાનો દોષ પિતા અને પરિસ્થિતિ પર ઢોળી દીધો.
એ જ પ્રશ્ન જ્યારે સફળ બનેલા નાના દીકરાને પૂછવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું, “મેં નાનપણથી જોયું કે પિતાના વ્યસનને કારણે અમારું ઘર પાયમાલ થઈ ગયું, મારી માતાએ દુઃખ વેઠ્યું અને સમાજમાં અમારી કોઈ ઈજ્જત ન રહી. મેં તે જ ક્ષણે નક્કી કરી લીધું હતું કે મારે ગમે તે થાય પણ પિતા જેવું ક્યારેય નથી બનવું. પિતાની એ ખરાબ આદતો જ મારી સફળતાનું પ્રેરણબળ બની.”
પરિસ્થિતિ વિરુદ્ધ દૃષ્ટિકોણ
આ કથા સમજાવે છે કે બંને ભાઈઓ માટે પરિસ્થિતિ (પિતાનું વ્યસન- Father) એકસમાન હતી. પરંતુ એકે તે પરિસ્થિતિને પોતાની નબળાઈ બનાવી દીધી, જ્યારે બીજાએ તેને પોતાની તાકાત બનાવી. મુશ્કેલીઓ આપણને રોકવા માટે નહીં, પણ આપણને સાચો રસ્તો પસંદ કરવા માટે આવતી હોય છે.
આપણું ભવિષ્ય આપણા વારસા કે સંજોગો પર નહીં, પણ આપણા વિચારો પર આધારિત છે. નકારાત્મક વાતાવરણમાં પણ જો તમે હકારાત્મક રહી શકો, તો તમે દુનિયાની કોઈ પણ જંગ જીતી શકો છો. જે રીતે કાદવમાં કમળ ખીલે છે, તેમ વિકટ પરિસ્થિતિમાં જ શ્રેષ્ઠ વ્યક્તિત્વનું ઘડતર થાય છે.
આ પણ વાંચો:બ્રહ્માંડના આ ખૂણે આવેલું છે સ્વર્ગ! જાણો વિદેશી વૈજ્ઞાનિકે આપેલા ‘સ્વર્ગના એડ્રેસ’ પાછળનું સત્ય
આ પણ વાંચો:મૂર્તિ વગરનું અનોખું મંદિર! જ્યાં ભગવાનના અસ્થિના દર્શન કરવા ઉમટે છે હજારો ભક્તો
આ પણ વાંચો: મૃત્યુશૈયા પર પડેલા ભીષ્મ પિતામહની આંખમાં આંસુ કેમ આવ્યા? કારણ જાણીને તમને પણ જીવન જીવવાની નવી દિશા મળશે


