Dharma and Bhakti/ મૃત્યુશૈયા પર પડેલા ભીષ્મ પિતામહની આંખમાં આંસુ કેમ આવ્યા? કારણ જાણીને તમને પણ જીવન જીવવાની નવી દિશા મળશે

મહાભારત યુદ્ધ પૂરું થયા બાદ Bhishma Pitamah બાણોની શય્યા પર રડી રહ્યા હતા. જ્યારે પાંડવોએ કારણ પૂછ્યું તો તેમણે જીવનનું એક મોટું સત્ય સમજાવ્યું.

Trending Dharma & Bhakti
Bhishma Pitamah

Dharma and Bhakti : મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ચૂક્યું હતું. કૌરવોનો નાશ થયો હતો અને પાંડવોનો વિજય થયો હતો. બીજી તરફ, કૌરવોના સેનાપતિ અને મહાપરાક્રમી ભીષ્મ પિતામહ (Bhishma Pitamah) તીરોની શય્યા (શરશય્યા) પર સૂતા હતા. તેમને ઈચ્છામૃત્યુનું વરદાન હતું, તેથી સૂર્ય ઉત્તરાયણ ન થાય ત્યાં સુધી તેઓ પ્રાણ ત્યાગ કરવાના ન હતા.

જ્યારે યુદ્ધ બાદ પાંડવો વિજયના સમાચાર લઈને પિતામહ પાસે પહોંચ્યા, ત્યારે તેમણે એક અદ્ભુત દ્રશ્ય જોયું. જેની આંખમાં ક્યારેય ડર નહોતો જોયો, તેવા ભીષ્મ પિતામહ રડી રહ્યા હતા. આખરે એવું તો શું થયું હતું? ચાલો જાણીએ આ પ્રસંગ અને તેમાંથી મળતો જીવનનો મોટો બોધ.

Bhishma Pitamah

ભીષ્મ પિતામહ (Bhishma Pitamah) કેમ રડ્યા?

પાંડવોએ જ્યારે પિતામહની આંખોમાં આંસુ જોયા, ત્યારે તેઓ પણ દુઃખી થઈ ગયા. તેમણે નમ્રતાથી પૂછ્યું, “પિતામહ, આપ તો મહાજ્ઞાની અને વીર છો, આપની આંખમાં આંસુ કેમ?”

ત્યારે ભીષ્મે નિસાસો નાખતા બે મુખ્ય કારણો આપ્યા:

વંશનો વિનાશ: તેમણે કહ્યું, “હું જોઈ રહ્યો છું કે મારી નજર સામે મારો આખો વંશ, મારા જ ભાઈઓ અને બાળકો મરી પરવાર્યા. આ પીડા મારા હૃદય પર પથ્થર જેવી ભારે છે.”

ઈશ્વર હોવા છતાં દુઃખ: બીજું અને સૌથી મહત્વનું કારણ આપતા તેમણે કહ્યું, “હું એ વિચારીને રડી રહ્યો છું કે જે પાંડવોના રથની લગામ સ્વયં જગતના નાથ ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં હતી, જેમની પાસે ઈશ્વરનું રક્ષણ હતું, છતાં તેમને જીવનમાં આટલા કષ્ટ ભોગવવા પડ્યા! આના પરથી મને સમજાયું કે સંસારમાં દુઃખમાંથી કોઈ બચી શકતું નથી, ભલે ભગવાન સાથ હોય તો પણ સંઘર્ષ તો કરવો જ પડે છે.”

ભીષ્મે કહ્યું કે રડવાથી તેમનું મન હળવું થયું છે અને હૃદય પરનો બોજ ઓછો થયો છે.

Bhishma Pitamah

આ પ્રસંગ આપણને શું શીખવે છે? (Life Lessons)

ભીષ્મ પિતામહ (Bhishma Pitamah) ના આંસુ આજના માનવીને 5 મોટી શિખામણ આપે છે:

દુઃખને દબાવો નહીં, સ્વીકારો: જીવનમાં દુઃખ આવવું સ્વાભાવિક છે. તેને નકારવાથી મન ભારે થાય છે. ભીષ્મ (Bhishma Pitamah) ની જેમ દુઃખનો સ્વીકાર કરશો તો જ મન શાંત થશે.

રડવું એ નબળાઈ નથી: સમાજ કહે છે કે “મર્દને દર્દ નથી થતું”, પણ આ ખોટું છે. રડવું એ મનની સફાઈ (Emotional Cleansing) છે. જ્યારે મન ભરાઈ આવે ત્યારે રડી લેવું એ એક થેરાપી જેવું કામ કરે છે. તેનાથી તમે નબળા નહીં, પણ હળવા થાવ છો.

દરેક પરિસ્થિતિમાંથી શીખો: પાંડવોની સાથે કૃષ્ણ હતા તો પણ મુશ્કેલીઓ આવી. આ શીખવે છે કે જીવનમાં તકલીફો કાયમી નથી હોતી, પણ તે આપણને ઘડે છે અને મજબૂત બનાવે છે.

લાગણીઓ શેર કરો: ભીષ્મે (Bhishma Pitamah)પોતાની પીડા પાંડવો સાથે વહેંચી. તમે પણ તમારું દુઃખ કોઈ વિશ્વાસુ વ્યક્તિ કે નજીકના મિત્ર સાથે શેર કરો. વાતો મનમાં ઘૂંટ્યા કરવાથી તણાવ વધે છે.

મજબૂત બનવું એટલે કઠોર બનવું નથી: સાચી મજબૂતી પથ્થર દિલના થવામાં નથી, પણ પડીને પાછા ઉભા થવામાં છે. લાગણીઓને સમજવી અને વ્યક્ત કરવી એ સાહસનું કામ છે.

ભીષ્મ પિતામહ (Bhishma Pitamah) નો આ સંદેશ યાદ રાખવા જેવો છે. જ્યારે પણ જીવનમાં દુઃખ આવે, ત્યારે તેને દબાવવાને બદલે વ્યક્ત કરી દો. પોતાની જાતને સમય આપો. યાદ રાખો, ઈશ્વર પણ કષ્ટમાંથી મુક્તિ નથી આપતા, પણ કષ્ટ સહન કરવાની શક્તિ જરૂર આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શું તમે પણ ગણીને રોટલી બનાવો છો કે પીરસો છો? ચેતી જજો! આ આદત માનવામાં આવે છે ‘પાપ’ અને અશુભ

આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ

આ પણ વાંચો:  આચાર્ય ચાણક્યની ચેતવણી: આ 3 બાબતોમાં મજાક કે બેદરકારી ભારે પડશે, રાજામાંથી રંક બની જતા વાર નહીં લાગે