Viral News: જાપાન (Japan)માં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં જાપાન પોસ્ટના એક કર્મચારીની વિચિત્ર વર્તન બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 43 વર્ષીય યાસુહિરો નાકાજીમાની ધરપકડ કરી હતી, કારણ કે તેના પર એક મહિલા સાથીદારને વપરાયેલ કોન્ડોમ (Condom) અને અન્ય વસ્તુઓ ધરાવતું પરબિડીયું (Post) મોકલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટના ગયા વર્ષે ડિસેમ્બરમાં બની હોવાનું કહેવાય છે અને તેને લગતી તપાસ હજુ પણ ચાલુ છે.
નાકાજીમા તે સમયે ઓસાકાથી લગભગ 15 કિલોમીટર દૂર નેયાગાવા શહેરમાં એક પોસ્ટ ઓફિસમાં કામ કરતા હતા. જ્યારે આ શંકાસ્પદ પેકેજ પોસ્ટ ઓફિસ પહોંચ્યું, ત્યારે ત્યાંનો સ્ટાફ ચોંકી ગયો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. ઓસાકા પ્રીફેક્ચરલ પોલીસે આ કેસના સંદર્ભમાં “કામમાં અવરોધ” લાવવાના આરોપસર નાકાજીમાની ધરપકડ કરી. હસ્તાક્ષર અને DNA પરીક્ષણના આધારે તેની ઓળખ થઈ હતી.
પૂછપરછ દરમિયાન, નાકાજીમાએ સ્વીકાર્યું કે તેણે પેકેજ મોકલ્યું હતું, પરંતુ આરોપોને નકારી કાઢતા કહ્યું, “મેં મારી જાતીય ઇચ્છાઓને સંતોષવા માટે આવું કર્યું હતું, પરંતુ મારો હેતુ પોસ્ટ ઓફિસના કામમાં કોઈપણ રીતે વિક્ષેપ પાડવાનો નહોતો.” આ સમાચાર બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો જોવા મળ્યો અને ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે કોઈ આવું કામ કેમ કરશે?
બીજા એક વ્યક્તિએ કહ્યું: “તેને વ્યવસાયમાં અવરોધ લાવવાને બદલે જાતીય ગુના હેઠળ સજા થવી જોઈએ. નહીં તો મને નથી લાગતું કે તે સમજી શકશે કે તેણે ગુનો કર્યો છે.” પોલીસને યાસુહિરો નાકાજીમાના ઘરેથી કોન્ડોમવાળા બે વધુ પરબિડીયાઓ મળી આવ્યા. પોલીસનું કહેવું છે કે તેમને ઓસાકા પ્રીફેક્ચરની વિવિધ પોસ્ટ ઓફિસોમાં આવી જ ડઝનબંધ ફરિયાદો મળી છે, અને તેઓ તપાસ કરી રહ્યા છે કે શું નાકાજીમા અન્ય કેસોમાં સંડોવાયેલા છે કે નહીં.
આ પણ વાંચો:કોન્ડોમ બદલવાથી સંબંધ બનાવવામાં રહે છે સરળતા
આ પણ વાંચો:સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવો જોખમી! કેન્સર થવાની વધુ સંભાવના
આ પણ વાંચો:પત્નીને કોન્ડોમ પસંદ ન હતું, પતિને પણ આપવા માંગતી હતી આ ગંભીર બિમારી
