નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર-29 માં દિલ્હી કેપિટલ્સ (DC) નો સામનો મુંબઈ ઇન્ડિયન્સ (MI) સાથે થયો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો 12 રનથી વિજય થયો. દિલ્હીને જીતવા માટે 206 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેની આખી ટીમ 193 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. વર્તમાન IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો આ પહેલો પરાજય હતો. દિલ્હી કેપિટલ્સે સતત ચાર મેચ જીત્યા બાદ આ મેચમાં પ્રવેશ કર્યો. બીજી તરફ, પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો છ મેચમાં આ બીજો વિજય હતો.
ત્રણ રનઆઉટથી મેચ છૂટી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે શરૂઆત ખૂબ જ ખરાબ કરી હતી કારણ કે તેઓએ પહેલા જ બોલ પર જેક ફ્રેઝર-મેકગર્કની વિકેટ ગુમાવી દીધી હતી, જે દીપક ચહરના હાથે કેચ આઉટ થયા હતા. જેકના આઉટ થયા પછી, કરુણ નાયર ‘ઈમ્પેક્ટ સબ’ તરીકે મેદાનમાં આવ્યો અને તેણે અભિષેક પોરેલ સાથે જબરદસ્ત ભાગીદારી કરી. નાયરે માત્ર 22 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. નાયર અને પોરેલે બીજી વિકેટ માટે ૧૧૯ રનની ભાગીદારી કરીને દિલ્હીને ગતિ આપી. ‘ઇમ્પેક્ટ સબ’ કર્ણ શર્માએ એપોરેલને આઉટ કરીને ભાગીદારી તોડી. પોરેલે 25 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા.
અભિષેક પોરેલ આઉટ થયાના થોડા સમય પછી, કરુણ નાયર પણ આઉટ થયો. કરુણે 42 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા. કરુણ નાયરને મિશેલ સેન્ટનર દ્વારા બોલ્ડ કરવામાં આવ્યો. ત્યારબાદ દિલ્હીએ સુકાની અક્ષર પટેલ (9) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (1) ને સસ્તામાં ગુમાવ્યા. અક્ષરને જસપ્રીત બુમરાહએ અને સ્ટબ્સને કર્ણ શર્માએ આઉટ કર્યો. ત્યારબાદ કર્ણ શર્માએ 16મી ઓવરમાં કેએલ રાહુલની વિકેટ લીધી, જેનાથી દિલ્હીની ચિંતા વધી ગઈ.
હવે જીતની જવાબદારી આશુતોષ શર્મા અને વિપ્રાજ નિગમ પર હતી, પરંતુ વિપ્રાજને સ્પિનર મિશેલ સેન્ટનર દ્વારા સ્ટમ્પ આઉટ કરવામાં આવ્યો. જ્યારે વિપ્રાજ આઉટ થયો ત્યારે મુંબઈનો સ્કોર ચાર વિકેટે 180 રન હતો. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 23 રનની જરૂર હતી, પરંતુ 19મી ઓવરમાં ત્રણ રનઆઉટથી દિલ્હીનું કામ ખતમ થઈ ગયું. બુમરાહની તે ઓવરમાં આશુતોષ શર્મા, કુલદીપ યાદવ અને મોહિત શર્મા રન આઉટ થયા હતા.
આ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને પાંચ વિકેટે 205 રન બનાવ્યા. મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી. રાયન રિકેલ્ટન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ મળીને પ્રથમ વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી. રોહિત ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે પોતાની ઇનિંગ્સ મોટી કરી શક્યો નહીં. રોહિતને સ્પિનર વિપ્રાજ નિગમ દ્વારા LBW આઉટ આપવામાં આવ્યો. રોહિતે 12 બોલમાં 18 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. મુંબઈને રાયન રિકેલ્ટનના રૂપમાં બીજો ફટકો પડ્યો, જે કુલદીપ યાદવના શાનદાર બોલથી બોલ્ડ થયો. રિકેલ્ટને 25 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા.
આ પછી, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ મળીને ત્રીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી અને મુંબઈ ઈન્ડિયન્સની બાજી સંભાળી. સૂર્યકુમારે 28 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા. સૂર્યકુમારની વિકેટ કુલદીપ યાદવે લીધી. સૂર્યકુમાર પછી, કેપ્ટન હાર્દિક પંડ્યા 2 રન બનાવીને આઉટ થયા, જેના કારણે મુંબઈનો સ્કોર 4 વિકેટે 138 રન સુધી પહોંચી ગયો. અહીંથી, તિલક વર્મા અને નમન ધીરે મળીને મુંબઈને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.
તિલક વર્માએ 33 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 59 રનની ઈનિંગ રમી. છેલ્લી ઓવરમાં તિલક મુકેશ કુમારનો શિકાર બન્યો. જ્યારે નમન ધીર માત્ર 17 બોલમાં 38 રન બનાવી અણનમ રહ્યો. નમનએ પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. નમન ધીર અને તિલક વર્મા વચ્ચે પાંચમી વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ. આ મેચ શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઈજાને કારણે આ મેચ માટે ઉપલબ્ધ નહોતા.
આ પણ વાંચો:CSK vs GT Live Score: ચેન્નાઇએ ગુજરાતને 63 રનથી હરાવ્યું
આ પણ વાંચો:IPL દરમિયાન ઓસ્ટ્રેલિયા vs ભારત ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર, ડે-નાઈટ મેચ પણ છે સામેલ