Not Set/ 12 લોકોના મોત સાથે આજે નોધાયા માત્ર 848 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 848 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,16,234 પહોચ્યો છે. 

Top Stories Gujarat

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાનો બીજી લહેર રાજ્યમાંથી પોતાનો કહેર સમેટી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 848 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,16,234 પહોચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12  લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,933 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2915 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,88,293 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 18,008 છે.  રાજ્યમાં હાલ 371 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 1,84,04,654 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,26,335 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 126 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 91 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 50 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 126 કેસ, જ્યારે ગ્રામ્યમાં 65 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 27 કેસ અને ગ્રામ્યમાં 22 કેસ નોંધાયા છે.