- કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન
- જ્યુબિલી ગ્રાઉન્ડ ભુજ મધે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ
- મોટી સંખ્યામાં કાર્યકરતા ઓ કર્યો વિરોધ
અમદાવાદ ખાતે abvp દ્વારા એન.એસ.યુ.આઈ ના આગેવાનો ઉપર જીવલેણ હુમલાના વિરોધમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા જીલ્લા ખાતે મુખ્ય મથક ખાતે વિરોધ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ
કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એબીવીપી અને એન.એસ.યુ.આઈ ના આગેવાનો જીવલેણ હુમલાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. કચ્છ જિલ્લાના ભુજ ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમનુ આયોજન કરનામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે મંગળવારે એબીવીપી અને એન.એસ.યુ.આઈ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે 80 થી 100 જેટલા કાર્યકરોની અટક કરી હતી.
તાપી
તાપી NSUI દ્વારા વ્યારામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI અને કોંગી કાર્યકર્તાઓ દ્વારા ABVP મુર્દાબાદ અને મોદી સરકાર વિરુદ્ધ નારા લગાવાયા હતા. નોંધનીય છેકે અમદાવાદના પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે થયેલા ઘર્ષણના પગલે ઠેર ઠેર કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ભાજપ અને ABVP પર આરોપો ઘડતા કોંગી નેતાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
વલસાડ
વલસાડ યુથ કોંગ્રેસ અને NSUI દ્રારા વલસાડ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી રોષ વ્યકત કરિયો હતો અને આ હુમલા સામે નિષ્પક્ષ તપાસ થાય તેની માંગ કરવમાં આવી હતી અને હુમલા સમયે પોલીસ ની નિષ્ક્રિયતા જે લઈ ખુલાસની માંગ કરવામાં આવી હતી જો આગામી દિવસો માં કોઈ પણ પગલાં ન લેવામાં આવે તો પ્રજા સમક્ષ અંદલોન ની ચીમકી આપવામાં આવી હતી આવેદન પત્ર આપ્યા બાદ કોંગ્રેસ કાર્યાલય બહાર એ.બી.વી.પી સંગઠન નું પૂતળું સદગાવવાનો પ્રયાસ યુથ કોંગ્રેસ તથા NSUI દ્રારા કરવમાં આવ્યો હતો જોકે પોલીસે વચ્ચે આવી યુથ કોંગ્રેસ અને NSUI ના યુવાનો ને અટકાવ્યા હતા અને સમગ્ર મામલો પોલીસ દ્વારા શાંત પડાયો હતો.
જામનગર
જામનગરમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ દ્વારા CAA-NRCનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. કોંગ્રેસ ના નેજા હેઠળ “સંવિધાન બચાવો મંચ ” દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગી ધારાસભ્યો, પૂર્વ મંત્રી તેમજ મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવમ આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
