Mahesana News/ નિવૃત્ત બેન્ક મેનેજર સાઇબર ફ્રોડનો ભોગ બન્યા, રૂ. 1.40 કરોડની છેતરપિંડી

સાઇબર ફ્રોડ (Cyberfraud) હવે મોટા શહેરો પૂરતો જ સીમિત નથી. તે દેશના નાના શહેરો સુધી પણ પહોંચી ગયો છે. મહેસાણા શહેરમાં વિજાપુર તાલુકામાં આનંદપુરા-કુકરવાડામાં નિવૃત્ત બેન્ક મેનેજર (Retired Bank Manager)  સાઇબર ફ્રોડનો ભોગ બન્યા છે.

Gujarat Others Breaking News

Mahesana News:  સાઇબર ફ્રોડ (Cyberfraud) હવે મોટા શહેરો પૂરતો જ સીમિત નથી. તે દેશના નાના શહેરો સુધી પણ પહોંચી ગયો છે. મહેસાણા શહેરમાં વિજાપુર તાલુકામાં આનંદપુરા-કુકરવાડામાં નિવૃત્ત બેન્ક મેનેજર (Retired Bank Manager)  સાઇબર ફ્રોડનો ભોગ બન્યા છે. તેથી લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવત ફરીથી સાર્થક થઈ છે.

આ નિવૃત્ત મેનેજર ફેસબૂકમાં ફ્રી સિબિલ સ્કોર (Cibil Score) જોવા ગયા હતા. સિબિલ સ્કોર જોવા જતાં તે ઠગ ટોળકીના સાણસામાં સપડાયા હતા. SMC and Auramax નામની ઠગ કંપનીના સાણસામાં તે સપડાયા હતા. તેમા બેન્ક બેનેજરે 1.40 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુમાવી હતી. અજાણ્યા મોબાઇલ નંબરના સંપર્કમાં તે છેતરાયા હતા. પાંચ મોબાઇલ નંબર ત્રણ બેન્ક ખાતા સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આનંદપુરાના બાબુભાઈ પટેલ ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાંથી નિવૃત્ત થયા હતા. તે 17 એપ્રિલ 2025ના રોજ ફેસબૂક જોતા હતા. તે સમયે તેમણે એક એડમાં ક્લિક કરી તેમા મંગાવવામાં આવેલી વિગતો ભરી હતી. તેમા આધારકાર્ડ અને પાન કાર્ડની માહિતી હતી. તેના પછી બીજા દિવસે એક મહિલાએ તેમને SMC ઓરામેક્સ કંપનીમાંથી બોલું છે તેમ કહી ફોન આવ્યો હતો. તેના પછી તેમને વોટ્સએપ ગ્રુપમાં એડ થવા લિન્ક મોકલી હતી. તેના દ્વારા તેઓ ગ્રુપમાં જોઈન થયા હતા.

તેના પછી SMC Aura Max એપ ડાઉનલોડ કરાવી હતી. SMC Aura Max નામની એપ ડાઉનલોડ કર્યા પછી, રીતુ વોહરા નામની એક મહિલાએ બંધન, ICICI સહિતના બેંક ખાતા નંબરો સાથે એક પત્ર મોકલ્યો અને કહ્યું કે જો કોઈ રોકાણ કરવા માંગે છે તો આ બેંક ખાતાઓમાં પૈસા જમા કરાવવા પડશે અને નફો એપમાં દેખાશે.

આ રોકાણ માટે, તેમણે કુકરવાડા નાગરિક સહકારી બેંક અને બંધન બેંક સહિતના ખાતાઓમાં RTGS દ્વારા રૂ. 1.40 કરોડ જમા કરાવ્યા હતા. 21 એપ્રિલથી 7 મે સુધી પૈસા જમા કરાવ્યા પછી, એપે 2.41 કરોડ રૂપિયાનો નફો દર્શાવ્યો. બીજી તરફ, આ લોકો તેને ગ્રુપમાં મેસેજ મોકલતા હતા અને વધુ રોકાણ કરવા કહેતા હતા. પરંતુ જ્યારે તેણે કહ્યું કે તેની પાસે હવે પૈસા નથી, ત્યારે અજાણ્યા લોકોએ ઓરા મેક્સ એપમાંથી ઉપાડનો વિકલ્પ દૂર કરી દીધો. છેતરપિંડીની જાણ થયા પછી, તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ કરી અને પાંચ અલગ અલગ મોબાઈલ નંબર ધારકો અને બેંક ખાતા ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં ક્રિપ્ટો કરન્સીના નામે સાઇબર ફ્રોડ, 33 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

આ પણ વાંચો: સુરતના સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં કુખ્યાત આરીફ મિંડીના પુત્રની ધરપકડ

આ પણ વાંચો: સુરતમાં સાઇબર ફ્રોડ ટોળકીને બેન્ક એકાઉન્ટ કિટ સપ્લાય કરનારા હીરા દલાલની ધરપકડ