મઘુ શ્રીવાસ્તવ અને વિવાદોને વાસ્તવીક સબંધો અને તે પણ સાગમટે સબંધ હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે, સાગમટે એટલા માટે કે એક-બે વિવાદ તો મધુ શ્રીવાસ્તવ નામ સાભળવામાં આવે કે તુરત સાંભળનારનાં ઝહેનમાં આવી જાય છે. અને આજ પ્રણાલી આગળ વધતા કે વઘારતા ફરી વિવાદોનાં વઝીર મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં જોવામાં આવી રહ્યા છે.
વાઘોડિયાનાં ધારાસભ્ય અને પત્રકારો સાથે એલફેલ બોલવા માટે કુખ્યાત મધુ શ્રીવાસ્તવ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. વડોદરામાં રહેતી રિયા ખેમાણી નામની મહિલાને મધુ શ્રીવાસ્તવના નામે એક વ્યક્તિએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મહિલાએ પોતાના દિકરાના અભ્યાસ માટે એક વ્યાજખોર પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. મહિલાએ વ્યાજ સાથે મૂડી પણ ચૂકવી દીધી હતી. આમ છતાં મધુ શ્રીવાસ્તવનો માણસ બોલું છું, તેમ કહી મહિલાને તેના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે.
વ્યાજખોર દ્વારા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનો માણસ બોલું છું તેવી રીતે ધમકી આપવામાં આવતા, ધમકી ડરના કારણે ડિપ્રેશનમાં આવી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ મધુ શ્રીવાસ્તવની દારુ મામલે ઓડિયો ટેપ સામે આવી હતી અને ગાંધીનાં ગુજરાતમાં દારુબંધીની ધચીયા ઉડાળતા સાંભળવામાં આવ્યા હતા ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવ.
https://www.facebook.com/mantavyanews/videos/2512847772176729/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
