બિમારી/ ભાવનગરમાં મ્યુકોમાઇકોસિસના સાત કેસો નોંધાયા,એકનું સારવાર દરમિયાન મોત

ભાવનગરમાં માઇકોસિસના કેસો નોધાયા

Gujarat

કોરોના મહામારીના બાદ હવે મ્યુકોમાઇકોસિસ નામના રોગએ તાંડવ મચાવ્યો છે. ભાવનગરમાં આ રોગએ માઝા મૂકી છે. એક જ દિવસમાં 7 કેસો નોંધાયા છે સમગ્ર ભાવનગરમાં હાહકાર મચી જવા પામ્યો છે. લોકો હજી કોરોનાની સ્થિતિથી હજી બહાર નથી આવ્યા ત્યાં નવા રોગનો સામનો લોકો કરી રહ્યા છે. મ્યુકોમાઇકોસિસ નામના રોગને મહામારી તરીકે જાહેર કરવામાં અવ્યો છે.રાજ્યમાં કોરોના માઇકોસિસ કેસ ધી રહ્યાં છે તે ચિંતાજનક બાબત છે . ભાવનગરમાં આ રોગના  125 કેસો નોંધાયા છે.

રાજ્ય સરકારે મ્યુકોમાઇકોસિસ નામના રોગને મહામારી તરીકે જાહેર કરી છે. ભાવનગર પંથકમાં અક જ દિવસમાં 7 કેસો નોંધાયા છે. હાલ જિલ્લામાં 125 કેસો માઇકોસિસના છે. આજે ભાવનગરમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હાલ આ રોગના 125 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં 114 કન્ફર્મ કેસ ,9,સસ્પેકટેડ કેસ,અને 2 નેગેટિવ કેસ નોંધાયા છે. આજ દિન સુધીમાં 12 દર્દીઓના મોત થયાં છે.

ઉલ્લેખનીય છે કે આ માઇકોસિસ નામની બિમારી ઇમ્યુનિટી ઓછી થવાના લીધે થાય છે અને આ રોગમાં સત્વરે સારવાર કરવામાં ના આવે તો તે ગંભીર થઇ શકે છે.આ રોગમાં સર્જરી કરાવી પડે છે.ડોકટરની તત્કાળ મદદ લઇને સારવાર કરાવતાં આ રોગનું ઉપચાર થઇ શકે છે. કોરોનાની મહામારીનો સામનો કરી રહેલા લોકો માઇકોસિસ બિમારીનો પણ સામનો કરી રહ્યા છે.