Gujarat reservoirs/ ગુજરાતમાં જળાશયો ઓવરફ્લો, ઉકાઈ અને મચ્છુ-3 ડેમમાં પાણીની આવક વધી

ગુજરાતના 207 પૈકી 48 જળાશયો ઓવરફ્લો થયા છે. સૌરાષ્ટ્રના 35, કચ્છના છ, દક્ષિણ ગુજરાતના સાત જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં કુલ……..

Top Stories Gujarat Breaking News

Gujarat News: ધોધમાર વરસાદથી નદીનાળા છલકાઈ રહ્યાં છે. ઉકાઈ ડેમ, મચ્છુ-3 ડેમમાં પાણીની આવક વધી રહી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં સતત નવા નીરની આવક નોંધાઈ છે. લોકોને નદીના પટ તરફ જતા રોકવામાં આવી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 1.98 ફૂટ જેટલો વધારો થતાં ડેમની જળસપાટી 327.08 ફૂટને પાર પહોંચી છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 66,129 ક્યુસેક પાણીનો આવરો આવી રહ્યો છે. મોરબી તેમજ આસપાસના ગામોમા વરસાદ થતા મોરબીના મચ્છુ-3 ડેમમાં પાણીની આવક થઈ છે, ત્યારે એક ગેટને અડધો ફૂટ ખોલી પાણીને નદીમાં છોડાઈ રહ્યું છે. જેને લઈ નીચાણવાળા વિસ્તારોના 21 ગામોને હાઈએલર્ટ પર મૂકાયા છે.

Flood in Machhu river after Machhu dam doors open

કયા ગામોને એલર્ટ કરાયા

મોરબીના ગોર ખિજડિયા, વનાળિયા, માનસર, રવાપર સહિત 13 ગામોને એલર્ટ કરાયા છે સાથે સાથે માળિયાના દેરાળા, મેઘપર રાસંગપર સહિત 8 ગામો એલર્ટ પર છે. ડેમમાંથી હાલ 417 ક્યૂસેક પાણીની આવક સામે 417 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે તંત્ર પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી રહ્યું છે.

ગુજરાતના 207 પૈકી 48 જળાશયો ઓવરફ્લો થયા છે. સૌરાષ્ટ્રના 35, કચ્છના છ, દક્ષિણ ગુજરાતના સાત જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં કુલ 56.32 ટકા જળસંગ્રહ છે. રાજ્યનાં જળાશયો જેમાં 90 ટકાથી વધુ ભરાયેલા 56 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 12 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ પર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા-હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત, દંપતીનું મોત

આ પણ વાંચો:અમદાવાદથી થરાદ વચ્ચે 6 લેન હાઈસ્પીડ કોરિડોર બનશે, જાણો હાઈવેની ખાસિયતો

આ પણ વાંચો:ડીસામાં ગોડાઉનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં