અમરેલીઃ ભાજપ શિસ્તબદ્ધ પક્ષ કહેવાય છે, પરંતુ હવે તેની શિસ્તબદ્ધતાના લીરેલીરા ઉડી રહ્યા છે. સાબરકાંઠા, રાજકોટ અને પછી હવે અમરેલીમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. લોકસભાની ટિકિટની લડાઈ અમરેલીમાં શેરીયુદ્ધમાં પરિણમી છે. અમરેલીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. તેના ભાજપના કાર્યકર હિરેન વિરડીયા પર હુમલો થયો હતો.
જો કે આ હુમલો પૈસાની લેતીદેતીમાં થયો છે. અમરેલીમાં મોડી રાત્રે ભાજપના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાનું જાણી સાંસદ નારણ કાછડિયાએ બંને જૂથને શાંત કરવા માટે ઝંપલાવવું પડ્યું હતું. અહીં સાંસદ નારણ કાછડિયા અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. હુમલાની આ ઘટનામાં અમુક કાર્યકરો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. બીજી બાજુએ અમરેલીમાં ભાજપના ઉમેદવાર બદલવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં ઉમેદવાર બદલવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. અમરેલીના કાર્યકરોએ રજૂઆત કરી છે કે ભરત સુતરિયા કોઈપણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય.
ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને અમરેલીમાં રાજકીય આગેવાનો વચ્ચે એક કલાકથી વધુ બેઠક ચાલી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમા દિલીપ સંઘાણીના ઘરેથી બહાર નીકળતા જ કાર્યકરોએ ઘેરાવ કર્યો હતો. ભાજપના 200થી વધુ કાર્યકરોએ ભાજપના જ નેતાનો ઘેરાવ કરતા તેઓ પણ અસમંજસમાં મૂકાઈ ગયા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યકરોની લાગણીની યોગ્ય રજૂઆત કરવા હૈયાધારણ આપી તેમને શાંત કર્યા હતા. આમ અમરેલીમાં લોકસભા ઉમેદવાર બદલવાનો વિરોધ આગામી દિવસોમાં ઉગ્ર બને તેવી સંભાવના છે.
આમ આગામી દિવસોમાં અમરેલીમાં ઉમેદવાર બદલવાના મુદ્દે આગામી દિવસોમાં વિરોધ ઉગ્ર બને તેવી સંભાવનાઓ છે. અમરેલીમાં ભરત સુતરિયાને બદલવા માટે લાંબા સમયથી માંગ થઈ રહી છે. પહેલા પોસ્ટર વોર અને સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા ખુલીને બોલવા લાગ્યા છે.
આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત
આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો
આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો
આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ
