T-20 SERIES/ ભારતે ન્યુઝીલેન્ડને સાત વિકેટથી હરાવીને શ્રેણી પર કર્યો કબ્જો

ટી-20 સિરીઝ પર કબ્જો કરી લીધો છે. ભારત તરફથી કેએલ રાહુલે 65 રન અને કેપ્ટન રોહિત શર્માએ 55 રન બનાવ્યા હતા

Top Stories Sports

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે 154 રનનો ટાર્ગેટ 17.2 ઓવરમાં 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે ટી-20 સિરીઝ પર કબ્જો કરી લીધો છે. ભારત તરફથી કેએલ રાહુલે 65 રન અને કેપ્ટન રોહિત શર્માએ 55 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ 2 વિકેટ ઝડપી હતી. આ પહેલા ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં વિકેટ ગુમાવીને રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે 34 રન બનાવ્યા હતા. ભારત તરફથી હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી હતી.