Sabarkantha Congress/ કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યાં છે. આજે સાબરકાંઠા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહીને પંજાનો સાથ છોડ્યો છે.

Gujarat Breaking News
Beginners guide to 2024 03 29T164329.711 કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

સાબરકાંઠાઃ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યાં છે. આજે સાબરકાંઠા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહીને પંજાનો સાથ છોડ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2017માં થરાદ બેઠક પરથી ડી.ડી રાજપૂત ચૂંટણી લડ્યાં હતા.હાલ કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના ડૉ.રેખાબેનના સામેસામે પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે.

તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણના સમાચાર મળ્યા છે. 2017માં થરાદ બેઠકથી ચૂંટણી લડનાર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરવાનો નિર્ણય કર્યો છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી વ્યથિથ થઈ આત્મના અવાજ પ્રમાણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધાનું ડી.ડી રાજપૂતે નિવેદન આપ્યું છે. થરાદ રાજપૂત સમાજના પ્રમુખ એવા ડી.ડી રાજપૂત કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તેવી અટકળો સેવાઇ રહી રહી છે.

ડીડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ હોવાના લીધે કોંગ્રેસમાંથી તેમના રાજીનામાના પગલે સમગ્ર થરાદમાંથી કોંગ્રેસ ભૂંસાઈ જાય તેવી સંભાવના ઊભી થઈ છે. કોંગ્રેસ માટે ચૂંટણી સમયે આ ગાબડું પૂરવું અત્યંત કપરું હશે. આમ થરાદ રાજપૂત પ્રમુખ કેસરિયા કરે તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે.  થરાદમાંથી રાજપૂતના રાજીનામાના પગલે ત્યાં કોંગ્રેસની પક્કડ ઓછી થઈ જાય તેમ માનવામાં આવી રહ્યુ છે. આના પગલે લોકસભા તો બરોબર પણ પછીની વિધાનસભા ચૂંટણીમાં પણ તેને અસર પડે તેવી સંભાવના છે.

આશ્ચર્યની વાત તો એ છે કે કોંગ્રેસ તેને ત્યાં સતત પડી રહેલા ગાબડા પૂરવા કશું કરી રહી નથી. આ પ્રસંગે કોંગ્રેસમાંથી ભાજપના જોડાયેલા હાર્દિક પટેલના વિધાનો સાચા પડી રહ્યા છે. તેણે કહ્યું હતું કે હજી તો કોંગ્રેસના કેટલાય આગેવાનો અને નેતાઓ ભાજપમાં જોડાવવાની રાહ જોઈને બેઠા છે. આજે હાર્દિક પટેલની તે વાત સાચી પડી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક