Gandhinagar / State/ ગુજરાત અને રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવતી ફેકટરીઓ પકડાઈ

ગુજરાત એટીએસ અને એનસીબીએ કરેલી કાર્યવાહી

Gujarat Top Stories
Beginners guide to 2024 04 27T133847.261 ગુજરાત અને રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવતી ફેકટરીઓ પકડાઈ

Gujarat News : ગુજરાત એટીએસ અને એનસીબીને ડ્રગ્સની ફેકટરીઓ પકડવામાં મોટી સફળતા મળી છે. બન્ને એજન્સીઓનાં અધિકારીઓએ રાજસ્થાન અને ગુજરાતમાંથી ડ્રગ્સની ફેકટરીઓ ઝડપી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમોએ ગુજરાતમાંથી એક અને રાજસ્થાનમાં બે ડ્રગ્સની ફેક્ટરીઓ ઝડપી લીધી છે. ગાંધીનગરના પીપળજમાં એટીએસની ટીમે ડ્રગ્સની ફેકટરી ઝડપી લઈને અહીંથી 25 કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. એટીએસના આ દરોડામાં પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે.

રાજ્યના વિવિધ ઠેકાણે ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધમતી હોવાની માહિતીને આધારે રાજ્યના અલગ અલગ સ્થલો પર એટીએસ અને એનસીબી જેવી એજન્સીઓએ દરોડા પાડ્યા હતા.

જોકે ગુજરાત એટીએસે આ અંગે કોઈ વધુ માહિતી આપી નથી. મોટાભાગના અધિકારીઓ કોઈ કારણસર આ કાર્યવાહી સંદર્ભે મૌન સેવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં લિફ્ટમાં ખામી સર્જાતા બન્યા બે અકસ્માતો, સુરતમાં લિફ્ટ પડતા 4 લોકો ફસાયા અને જામનગરના 1 સગીરનું થયું મોત

આ પણ વાંચો:હવે ભાજપના NRI પણ કરશે શક્તિ પ્રદર્શન, પીએમ મોદીના સમર્થનમાં અમદાવાદથી સુરતની કાર રેલી કાઢશે?

આ પણ વાંચો:ખાનગી શાળાઓ સામે ડીઇઓની લાલ આંખ,  FRCનો ચાર્ટ બોર્ડ પર મૂકે

આ પણ વાંચો:મોરબી બ્રીજ કેસમાં ઓરેવા ગ્રુપના પ્રયાસો સામે હાઇકોર્ટનો અસંતોષ